Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસે ૧૦ તાલુકા પંચાયત ગુમાવી, ભાજપ પાસેથી ૯ પંચાયતો આંચકી

કોંગ્રેસે ૧૦ તાલુકા પંચાયત ગુમાવી, ભાજપ પાસેથી ૯ પંચાયતો આંચકી
, શુક્રવાર, 15 જૂન 2018 (12:41 IST)
અઢી વર્ષનુ શાસનકાળ પૂર્ણ થતાં જીલ્લા-તાલુકા પંચાયતો ઉપરાંત નગરપાલિકામાં પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણીઓ યોજાઇ રહી છે.કોંગ્રેસે અત્યાર સુધીમાં ૧૦થી વધુ તાલુકા પંચાયતો ગુમાવી દીધી છે. જોકે,કોંગ્રેસના નેતાઓનો દાવો છેકે, ભાજપ પાસેથી ૯ પંચાયતો આંચકી લીધી છે. કોંગ્રેસશાસિત જીલ્લા-તાલુકા પંચાયતો પર કબજો કરવા ભાજપ તલપાપડ બન્યુ છે.તડજોડની નીતિ અપનાવી ભાજપ તાલુકા પંચાયતો પર ભગવો લહેરાવવા પ્રયાસો કરવા માંડયાં છે જેના પગલે કોંગ્રેસે ડેમેજકંટ્રોલ શરુ કર્યુ છે પણ તે જાણે બિનઅસરકારક સાબિત થયુ છે તેનુ કારણ એછેકે,આજે ફરી સાવરકુંડલા અને અમરેલી નગરપાલિકા કોંગ્રેસના હાથમાં સરકી ગઇ છે. નવાઇની વાત તોએછેકે, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી જ પોતાતા ગઢમાં અમરેલી નગરપાલિકા બચાવી શક્યા નથી. કોંગ્રેસના બળવાખોરોએ પક્ષના મેન્ડેટનો અનાદર કરી ભાજપ સાથે હાથ મિલાવી સત્તા મેળવી લીધી છે. દેવગઢબારિયા નગરપાલિકા ય કોંગ્રેસે ગુમાવવી પડી છે. ભાજપે કોંગ્રેસશાસિત નગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. જોેકે,મોરબી નગરપાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી છિનવી લીધી છે.સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના ચાર બળવાખોર સભ્યોના સહયોગથી ભાજપે સત્તા હાંસલ કરી હતી.આમ,એક દિવસમાં કોંગ્રેસ ત્રણ નગરપાલિકા પર શાસન ગુમાવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે,અત્યાર સુધી કોંગ્રેસે બગસરા,સિધ્ધપુર,દેવગઢબારિયા,લોધિકા,પાટણ સહિત અન્ય તાલુકા પંચાયતો ગુમાવવી પડી છે. જોકે,ભાજપશાસિત ૯ પંચાયતો પર કોંગ્રેસે કબજો પણ કર્યો છે. આમ,પંચાયતોમાં આયારામ ગયારામનો સિલસીલોજારી રહ્યો છે. કોંગ્રેસે તાલુકા પંચાયતો,જીલ્લા પંચાયતો અને નગરપાલિકા ગુમાવતા એઆઇસીસીએ ગુજરાત કોંગ્રેસ પાસે રિપોર્ટ મંગાવ્યો છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસે ૧૦ તાલુકા પંચાયત ગુમાવી, ભાજપ પાસેથી ૯ પંચાયતો આંચકી