Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NEETમાં વડોદરાનો વિદ્યાર્થી અવ્વલ, બોલ્યો એકમાત્ર મંત્ર – ‘આઈ કેન ડુ ઈટ’

NEETમાં વડોદરાનો વિદ્યાર્થી અવ્વલ, બોલ્યો એકમાત્ર મંત્ર – ‘આઈ કેન ડુ ઈટ’
, શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (13:36 IST)
મારા જીવનમાં આવતા દરેક પડકારો સામે લડવા માટે મેં જીવનમાં એકમાત્ર મંત્ર રાખ્યો છે -‘આઈ કેન ડુ ઈટ.’ આ શબ્દો છે અશરફ મેમણે. જેણે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામાં આવતી નીટ (NEET)ની પરીક્ષામાં આખા દેશમાં પ્રથમ નંબર મેળવ્યો છે.

નીટની પરીક્ષાનું પરિણામ 31 જાન્યુઆરીના રોજ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યુ હતું. 1200 માર્કની આ પરીક્ષામાં 1006 માર્ક મેળવીને વડોદરાના વાસણા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થી અશરફ કેસરાની મેમણે ભારતભરમાં પ્રથમ નંબર (AIR-1) મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવી અશરફ માટે સરળ કામ નહોતું. તેના જીવનમાં ઘણાં પડકારો આવ્યા પણ તેણે સકારાત્મક વિચાર સાથે અથાગ મહેનત કરી આ પરીક્ષા પાસ કરી છે. જેની ખુશી વ્યક્ત કરતા અશરફે જણાવ્યું કે, ‘લોકો કહેતા હોય છે કે MBBSનો અભ્યાસ ખુબ અઘરો છે પરંતુ હું એવું નથી માનતો. લોકોની આ માનસિકતાને મેં ક્યારેય મારા મગજ પર હાવી થવા દીધી નહોતી. મારા જીવનમાં મેં હંમેશા એક જ મંત્ર રાખ્યો છે કે, આઈ કેન ડુ ઈટ.’
અશરફના જીવનનો આ મંત્ર જ તેને આટલી મોટી સિદ્ધિ અપવાવી ગયો છે. અશરફે વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. આ પરીક્ષાની તૈયારી અશરફે એમબીબીએસના પહેલા વર્ષથી જ શરુ કરી દીધી હતી. નીટ પાસ કર્યા બાદ અશરફ હવે દિલ્હીની મૌલાના અબ્દુલ કલામ આઝાદ મેડિકલ કોલેજમાં એમડી મેડિસિનનો અભ્યાસ કરવાનું સપનું સેવી રહ્યો છે. અશરફ આ પરીક્ષામાં 99.99 પર્સન્ટાઈલ સાથે દેશમાં પ્રથમ આવ્યો છે. 6 જાન્યુઆરીના રોજ NEETની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં દેશના ટોપ 100માં ગુજરાતના જ 10 વિદ્યાર્થી છે. જેમાં પ્રથમ નંબરે આવીને વડોદરાના અશરફે દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણતંત્ર દિનની પરેડમાં પાટણની દીકરીનો ડંકો, વંદનાએ જીત્યો ‘મોસ્ટ વેલ્યુએબલ સ્ટુડન્ટ એવોર્ડ’