Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, ન્યાયાધીશની બદલીના વિરોધમાં કામથી અળગા રહેવાનો નિર્ણય

ગુજરાત હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, ન્યાયાધીશની બદલીના વિરોધમાં કામથી અળગા રહેવાનો નિર્ણય
, શુક્રવાર, 18 નવેમ્બર 2022 (11:10 IST)
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કરિયલની પટના હાઈકોર્ટમાં બદલી કરવાના સુપ્રીમ કોર્ટના કૉલિજિયમના પ્રસ્તાવનો વિરોધ કરવા વકીલો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારની કોર્ટમાં એકઠા થઈ ગયા હતા. આમાંથી એક વકીલે કહ્યું, “સ્વતંત્ર ન્યાયપાલિકાના મૃત્યુનો શોક મનાવવા અમેં અહીં એકઠા થયા છીએ.”
 
એક વરિષ્ઠ વકીલે ‘બાર ઍન્ડ બેન્ચ’ સાથે વાત કરતાં જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ પણ ન્યાયાધીશની બદલી કરતાં પહેલાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચાવિચારણા કરવામાં આવતી હોય છે. હાઈકોર્ટના ન્યાયાધીશની બદલીના આ નિર્ણયન પગલે ગુજરાત હાઈકોર્ટના વકીલોના ઍસોસિયેશને આજે 2:30 અઢી વાગ્યાથી કામથી અગળા રહેવાનો પણ નિર્ણય કર્યો છે. આ પહેલાં બુધવારે સુપ્રીમ કોર્ટ કૉલિજિયમ દ્વારા જસ્ટિસ કરિયલની બદલી અંગેનો બુધવારે નિર્ણય લેવાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Twitter Row: મસ્કની ચેતવણી બાદ કર્મચારીઓએ સામૂહિક રાજીનામું આપ્યું, ઘણી ઓફિસોને લાગ્યા તાળાં