Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

કચ્છમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
, બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (17:15 IST)
કચ્છ પર હવાનું દબાણ સર્જાયું છે અને તે આસપાસ 0.9 કિ.મી. સુધી દરિયાની સપાટી પર ફેલાય છે. તે દરિયાથી આગળ વધી રહ્યું છે અને સિકર, ગુણા, જબલપુર, પેન્દ્રા રોડ, ઝારસુંગડા આસપાસ હળવા દબાણ પસાર થઈ રહ્યું છે. જેને પગલે પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે લખપત, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. માંડવીના કોકલિયામાં આજે વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે. છેલ્લા બે કલાકમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 
webdunia
આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 4 ઈંચ વરસાદથી ઓલપાડ તાલુકાની હાલત બગડી ગઈ છે. ઓલપાડ સાયણ રોડ પર પાણી ભરાયા છે. જ્યારે ઓલપાડ હાથીસા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. ઓલપાડ, સાયણ સહિતના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઓલપાડના મુખ્ય બજારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જેને પગલે વાહનવ્યવહારને અસર પહોંચી છે. ધીમીધારે વરસી રહેલા વરસાદે 12થી 2 કલાક વચ્ચે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું છે.ઓલપાડમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે.શાળાએ જતા-આવતા બાળકો, નોકરી ધંધે જતા નોકરિયાતો, ધંધાર્થીઓ સૌ કોઈને વરસાદની અસર પહોંચી છે. ભારે વરસાદના પગલે જનજીવન ઠપ્પ જોવા મળી રહ્યું છે.
webdunia
સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ યથાવત છે. ત્યારે આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ઉના, અમરેલી અને જામનગરમાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા છે. તો તાલાલામાં ભારે વરસાદના પગલે હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે જ આસપાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આમ સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
 
જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ સાથે જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વેરાવળ નજીક ઉમરેઠી ગામમાં આવેલ હિરણ-2 ડેમ ભરાઈ જતાં દરવાતા ખોલવામાં આવ્યા હતા. જેને લઈને 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવી છે. હિરણ-2 જિલ્લાનો મોટો ડેમ છે. આ ડેમ વેરાવળ, પાટણ અને સુત્રાપાડા નગરપલિકા ઉપરાંત 42 ગામ જુથ પાણી પુરવઠા સહિત 7 સંસ્થાઓ પાણી ઉપાડે છે. ડેમમાં જળ સ્તર વધતાં પ્રજાને પીવાના પાણીની સમસ્યા નહીં રહે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુનાગઢવાસીઓ સાવધાન : આજથી રસ્તા પર થુંક્યા, પાણીનો બગાડ, જાહે૨માં કચરો ફેંક્યો તો ઈ મેમો મળશે