Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UPના રાજ્યપાલ આનંદીબેન પટેલને MP ના રાજ્યપાલની જવાબદારી સોંપાઇ

UPના રાજ્યપાલ આનંદીબેન પટેલને MP ના રાજ્યપાલની જવાબદારી સોંપાઇ
, સોમવાર, 29 જૂન 2020 (08:17 IST)
કેંદ્ર સરકારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ પદ તરીકે વધારાનો કાર્યભાર સોંપ્યો છે. મધ્યપ્રદેશના હાલના રાજ્યપાલ લાલજી ટંડન લાંબા સમયથી અસ્વસ્થ્ય હતા. તેમની સારવાર લખનઉમાં ચાલી રહી છે. આનંદીબેન પટેલ જલદી ભોપાલ જઇને ત્યાં પદભાર ગ્રહણ કરશે. શ્રી
લાલજી ટંડનની ગેરહાજરી હોવાના કારણે ત્યાં રાજ્યપાલના કામ ખૂબ પ્રભાવિત થઇ રહ્યા હતા. એટલા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. રવિવારે રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી વધારાનો કાર્યભાર સોંપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. 
 
લખન ઉના મેદાંતા હોસ્પિટલમાં ભરતી મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન બાઇ-પંપ મશીન પર છે. તેમની માંસપેશીઓ નબળી પડી ગઇ છે. એવામાં તે પોતે શ્વાસ લઇ રહ્યા નથી. તેમને પ્રેશરમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. ઘણા ડોક્ટરો પાસે સારવાર માટે સલાહ લેવામાં આવી છે. એમ્સ દિલ્હી, પીજીઆઇ, કેજીએમયૂના ડોક્ટરો સાથે ચર્ચા કરવામાં આવી છે. મેદાંતા મેડિકલ ડાયરેક્ટર ડો. રાકેશ કપૂરના અનુસાર રાજ્યપાલ અત્યારે બાયપંપ મશીન પર છે.  તેમને ઓક્સીજન સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમને તાવ આવતાં 11 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન (85)ના રોજ 11 જૂનથી જ લખનઉના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી અનુસાર 'મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિને ઉત્તર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના વધારાનો ચાર્જ સોંપતા પ્રસન્નતા થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુનિયાએ સરહદની સુરક્ષા માટે ભારતની કટિબદ્ધતા જોઇ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'ને 10 મુદ્દામાં જાણો.