Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફરી એકવાર ખેડૂતોને સહન કરવો પડશે માવઠાનો માર, હવામાન વિભાગે કરી આ આગાહી

ફરી એકવાર ખેડૂતોને સહન કરવો પડશે માવઠાનો માર, હવામાન વિભાગે કરી આ આગાહી
, બુધવાર, 19 જાન્યુઆરી 2022 (10:59 IST)
રાજ્યમાં સતત માવઠા સમાચાર આવી રહ્યા છે. વેસ્ટર્ન ગુજરાતમાં ઠંડીની મોસમમા ચોથીવાર માવઠુ પડવા જઈ રહ્યુ છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પાડી છે. જો માવઠું પડશે તિઓ ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાની સંભાવના છે. આગામી 21 અને 22 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે, જ્યારે 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર વર્તાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે 20 અને 21 જાન્યુઆરીએ દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ સમય દરમિયાન દરિયાનો મિજાજ બદલાઈ શકે છે. અરબી સમુદ્રમાં પવનની ગતિ 40 થી 50 કિમિ પ્રતિ કલાકની રહેશે. પવનની ગતિ વધીને 60 કિમિ પ્રતિ કલાક પણ થઈ શકે છે. આવામાં અરબી સમુદ્ર માટે ખાસ તકેદારી રાખવા ચેતવણી આપી દેવાઈ છે. ઉત્તર પશ્વિમ અને પૂર્વ પશ્વિમ સમુદ્ર માટે ચેતવણી અપાઈ છે. 
 
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સાઇક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે કમોસમી વરસાદ પણ થયો છે. આ ઉપરાંત  ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maharana Pratap Death Anniversary 2022 - મહારાણા પ્રતાપ જયંતી આજે તેમના જીવનથી સંકળાયેલી ખાસ વાતોં