Publish Date: Tue, 18 Jan 2022 (13:43 IST)
Updated Date: Tue, 18 Jan 2022 (13:45 IST)
ગુજરાતમાં માવઠાનું વધુ એક સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૧ જાન્યુઆરીના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનામાં ત્રીજી વખત માવઠાની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૭ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.