Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં અવિરત મેઘસવારી

surat rain
, મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (11:12 IST)
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે. સવારથી અત્યાર સુધીમાં વરાછામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે રાત્રેથી સવારે 6 વાગ્યા સુધીમાં ઉધના-લિંબાયત વિસ્તારમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ ભયનજક નજીક પહોંચી ગયા છે. જ્યારે લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. આ સાથે જ સણીયા હેમાદમાં મંદિર અડધા ડૂબી ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા "ધ્વજારોહણ"