Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીઆરપી ગેમ જોન દુર્ઘટના પછી એક્શન મોડમાં સરકાર, 6 અધિકારી સસ્પેંડ

cm and home minister visit TRP Game zone
, સોમવાર, 27 મે 2024 (12:02 IST)
રાજકોટ. ટીઆરપી ગેમ જોનમાં આગ લાગ્યા બાદ 27 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં સરકાર સતત એક્શન મોડમાં લાગી ગઈ છે. અત્યાર સુધી 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારે કાર્યવાહી કરતા નગર નિગમના નગર નિયોજક અને નગર અભિયંતાને સસ્પેંડ કરી દીધા હતા. ત્યારબાદ પથ નિર્માણ વિભાગના ઉપ અભિયંતાને પણ સસ્પેંડ કરવામાં આવ્યા. બીજી બાજુ રાજકોટ પોલીસ વિભાગે બે ઈસ્પેક્ટરને પણ સસ્પેંડ કર્યા છે. ત્યારબાદ જ માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક એંજિનિયરને પણ સસ્પેંડ કરવામાં આવી ચુક્યા છે. આ રીતે અત્યાર સુધી આ અગ્નિકાંડમાં 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. 

 
મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવ્યો   
ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમિંગ જોનમાં આગ લાગવાની ઘટના પછી 27 લોકોનુ જીવતા સળગીને મોત થઈ ગયુ હતુ. બીજી બાજુ આગ એટલી ભયાનક હતી કે આ દુર્ઘટનામા જીવતા બળી જનારા લોકોની ઓળખ કરવી મુશ્કેલ હતી.  દુર્ઘટના પછી સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આ સંપૂર્ણ ઘટનાને મોનીટર કરી રહ્યા છે. દુર્ઘટના પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે ગૃહ મંત્રી સાથે સાથે દુર્ઘટના સ્થળ પર ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અ સાથે જ તેમણે આ મામલા દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત પણ કરી હતી.  

 
ટીઆરપી ગેમ જોન પાસે નથી ફાયર એનઓસી 
બીજી બાજુ દુર્ઘટનાનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. સીસીટીવી ફુટેજમાં જોવાથી જાણ થાય છે કે એક્સટેંશન એરિયામાં વેલ્ડિંગને કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ત્યા હાજર ફાયર એક્સટિંગયુશર્સ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. પણ આગ એટલી વધી ગઈ કે તેના પર કાબુ ન મેળવી શકી. બીજી બાજુ તપાસમાં જાણ થઈ છે કે  ટીઆરપી ગેમ જોન પાસે ફાયર એનઓસી પણ નથી. સ્ટેડિંગ કમિટી ચેયરમેન જૈમિન ઠાકરે કહ્યુ કે જે પણ આ માટે જવાબદાર હશે તેમને માફ નહી કરવામાં આવે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રી હેમકુંડ સાહેબ ગયેલા પંજાબના એક વ્યક્તિ સાથે મોટી ઘટના