Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેટ્રો રેલ પ્રોજેકટ પુરૂ કરવા ગાંધીનગરમાં 1000 વૃક્ષો કપાશે

મેટ્રો રેલ પ્રોજેકટ પુરૂ કરવા ગાંધીનગરમાં 1000 વૃક્ષો કપાશે
, શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (18:10 IST)
રાજ્યની રાજધાની ગાંધીનગર અને આર્થિક રાજધાની અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ઉપરાંત મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટના અમલીકરણનો  તબક્કો ચાલી રહ્યો છે, પણ આ વિકાસ પ્રોજેકટને પૂર્ણ કરતાં પહેલાં અમદાવાદમાંથી 6500 જેટલાં વૃક્ષો કપાયા હતા.  હવે, ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવા માટે વધુ 1000 વૃક્ષોનો ભોગ લેવાશે, આ માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
 
મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતાં 1000 જેટલાં વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે , પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત કપાઈ જવાનાં છે . અમદાવાદ - ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ અમદાવાદ - ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટને 2022 સુધીમાં કાર્યરત કરવા રાજ્ય સરકારનું આયોજન છે , એના ભાગરૂપે યુદ્ધના ધોરણે અમદાવાદ - ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરવામાં આવી છે . હાલ આ પ્રોજેકટની . પ્રાથમિક કામગીરી શરૂ થઈ છે , જેના ભાગરૂપે એલાઈમેન્ટમાં આવતાં એક હજારથી વધુ વૃક્ષો કાપવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે 
 
હવે અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષોનો વારો આવી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતાં 1000 જેટલાં વૃક્ષોને કાપવા ગુજરાત રાજ્યના વન વિભાગે લીલીઝંડી આપી દીધી છે, પરંતુ કેન્દ્ર સરકારની મંજૂરી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત કપાઈ જવાનાં છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: વિશ્વના ખૂણે વસતા ગુજરાતીઓ માટે 'વતન પ્રેમ યોજના'ની જાહેરાત