Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશોત્સવનો રંગ ફીકો પડ્યો, માટી, ઘાસથી માંડીને મજૂરી મોંઘી બની

ગણેશોત્સવનો રંગ ફીકો પડ્યો, માટી, ઘાસથી માંડીને મજૂરી મોંઘી બની
, શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (12:42 IST)
ગણેશોત્સવના તહેવારને હવે ગણતરીના દોઅસો બાકી છે. એવામાં શહેરના ગણેશ ભક્તોએ રંગારંગ ઉત્સવની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ વખતે ગણેશ ઉત્સવ પર ભક્તિ મોંઘી બની  છે. કારણ કે મૂર્તિ પર 25 થી 30 ટકા વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. બે ફૂટ શ્રીજી પ્રતિમાની કિંમત 3,500 રૂપિયા સુધી છે. તેને લઇને લોકોમાં નારાજગી છે ફાયદા માટે શ્રીજીની મૂર્તિઓના ઇચ્છા મુજબ ભાવ વસૂલવામાં આવે છે. 
 
તમને જણાવી દઇએ કે આયોજનને લઇને સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. તેમછતાં ગત વર્ષની તુલનામાં રાહત મળતાં લોકોમાં ખુશીનો માહોલ છે. સરકારે 4 ફૂટ સુધીની ગણેશ પ્રતિમા સ્થાપના કરવાની અનુમતિ આપી છે. તેના લીધે અંતિમ સમયમાં શ્રમિકોની વ્યવસ્થા કરવી પડી. મૂર્તિકાર અને શ્રમિક મૂર્તિઓ બનાવવા લાગ્યા છે. 
 
તો બીજી તરફ કોરોનાના કારણે આ વખતે શ્રમિકોને બમણું વેતન ચૂકવવું પડી રહ્યું છે. કારણ કે મૂર્તિ બનાવનાર મોટાભાગના પશ્વિમ બંગાળના છે, જેમને સ્પેશિયલ ટિકીટ આપીને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મૂર્તિ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ મોંઘી થઇ ગઇ છે. 
 
કોરોનાના લીધે શ્રમિકો આવવાનું ટાળી રહ્યા છે. જે શ્રમિકોને દર મહિને 10 હજાર રૂપિયા આપતા હતા, તેમને 20 હજાર સુધી ચૂકવવા પડે છે. સુકા ઘાસ માટે 700 ના બદલે 1300, 10 કિલોની માટી માટે 140 ના બદલે 170 રૂપિયા ચૂકવવા પડે છે. ગોડાઉનનું ભાડુંન પણ દોઢ ગણું વધી ગયું છે. વાંસની કિંમત પણ 10 ટકા વધી ગઇ છે. 
 
મૂર્તિકારે જણાવ્યું હતું કે ફક્ત ચાર ફૂટ સુધીની મૂર્તિ બનાવવાથી મૂર્તિકારોને નુકસાન થશે. ભક્તો ઓછી કિંમત પર મૂર્તિઓ ઇચ્છે છે. પરંતુ અમારી મજબૂરી છે કે ઓછી કિંમત પર આપી શકતા નથી. માટી, વાંસ, કલર, કેમિકલ, મજૂરી ખર્ચ વધી ગયો છે. આ પહેલાંની અપેક્ષાએ ગણેશ પ્રતિમાની કિંમત 25% સુધી વધુ હશે. 
 
તમને જણાવી દઇએ કે દર વર્ષે મહારાષ્ટ્ર અને બંગાળ સહિત અન્ય રાજ્યોથી મોટી સંખ્યામાં મૂર્તિકાર સુરત આવે છે. તાજેતરમાં જ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને લઇને લોકોમાં વિરોધ કારણે માટીની મૂર્તિઓની ખૂબ ડિમાન્ડ છે. કોરોનાના કારણે ગત વર્ષે ગણેશોત્સવ ઉત્સવમાં માત્ર બે ફૂટની પ્રતિમાઓ સ્થાપિત કરવના આદેશથી તહેવારની મજા ફીક્કી પડી ગઇ હતી. ગત વર્ષની તુલનામાં કોરોનાના પ્રતિબંધોમાં ઢીલ આપવાના કારણે ભક્ત આ વર્ષે પર્વના રંગારંગ ઉત્સવને લઇને રોમાંચિત છે. જોકે બમરોલી રોડ, લાલ, દરવાજા, વેડરોડ સહિતના વિસ્તારમાં મૂર્તિકારો મંડપોમાં પ્રતિમાની કિંમત સાંભળીને શ્રદ્ધાળુઓની ચિંતા વધી ગઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Junagadh News - સતત પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ