સેક્ટર 29મા રહેતી પરણિતાના લગ્ન આશરે 4 વર્ષ પહેલા સાબરકાંઠામા રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. એક વર્ષ સુધી ઘર સંસાર સુ:ખ રૂપ ચાલતો હતો. પરંતુ ત્યારબાદ પરણિતાને તેના સાસુ દ્વારા નાની નાની બાબતોમા મેણા મારવામા આવતા હતા. પતિ પણ સાસુની વાતમાં સુર પુરાવતો હતો. ઘરમા સામાન ખરીદવા રૂપિયાની માગણી કરાતી હતી, જ્યારે કાર લાવવા પણ દબાણ કરવામા આવતા પરણિતાએ પતિ, સાસુ, સસરા અને ત્રણ નણંદ સામે સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ કૃપાલી વિનોદભાઇ પ્રજાપતિ (રહે, સરકારી ક્વોટર્સ, સેક્ટર 29)ના લગ્ન વર્ષ 2017મા સાબરકાંઠાના પુંસરી ગામમા રહેતા યુવક મયંક જયંતિભાઇ પ્રજાપતિ સાથે થયા હતા, જ્યારે પતિ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. દિવસભર ક્લાસીસ, નોકરી અને ડાન્સ ક્લાસીસ ચલાવતા હોવાથી રાત્રે મોડા આવતા હતા. જ્યારે ઘરે સાસુ અને વહુ રહેતા હતા. પરંતુ સાસુ કાંતાબેન વહુને મેણાટોણા મારતા રહેતા હતા. રાત્રે પતિ ઘરે આવતાં સાસુ તમામ બાબતોથી વાકેફ કરતાં પતિ ગુસ્સે થતો અને તું મને ગમતી નથી કહેતો હતો. એક બાળકનો જન્મ થયો હોવા છતા પરણિતાને નોકરી કરવા દબાણ કરાતુ હતુ. ત્યારબાદ ઘરમા વોશિંગ મશીન નથી તે પિયરથી લાવવા દબાણ કરતા હતા, જેને લઇને 32 હજાર રૂપિયા પણ આપવામા આપવામા આવ્યા હતા. તે સમયે નણંદ શિતલ, કિંજલ અને મિનલ વારંવાર મોડાસા આવતા અને ઉશ્કેરણી કરતા હતા. ત્યારબા કાર ખરીદવા રૂપિયા 2 લાખની માંગણી કરવામા આવતા પિયરમાંથી ઓછુ લાવી હોવાનુ કહી મેણા મારતા, ગાળો બોલતા હતા. જ્યારે એક દિવસ મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકતા પરણિતાને 6 સાસરિયા સામે સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.