Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી પહેલા 10 જેટલા IAS ઓફિસરોની બદલી

દિવાળી પહેલા 10 જેટલા IAS ઓફિસરોની બદલી
, શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (17:52 IST)
ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમા IAS અને IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે.  હાલમાં દિવાળી પહેલા રાજ્યના વધુ 10 જેટલા IAS ઓફિસરોની બદલી કરવામાં આવી છે, ગુજરાતમાં નવી સરકારનાં ગઠન બાદ મંત્રીઓ બદલાઈ ગયા છે ત્યારે હવે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટા અધિકારીઓને પણ બદલવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના 10 અધિકારીઓની એક સાથે બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 
 
નોંધનીય છે કે ઘણા દિવસોથી સચિવાલયમાં અધિકારીઓની બદલીને લઈને અંદરોઅંદર ચર્ચાઓ થઈ રહી હતી અને આજે સરકારનાં નિર્ણય સામે આવ્યો છે. બોટાદ અને ભરૂચને નવા કલેકટર મળી ગયા છે જ્યારે IAS અવંતિકા સિંઘ, અશ્વિની કુમારને વધારાનો ચાર્જ અપાતાં કદ વધી ગયું છે.
નવી સરકાર રચાયા બાદ IAS અધિકારીઓ ની બદલી
 
10 IAS અધિકારીઓ ની કરવામાં આવી બદલી
 
એમ કે દાસ અધિક મુખ્ય સચિવ બંદરો વાહન વ્યવહાર કાયમી ચાર્જ અપાયો
 
સી વી સોમ અધિક મુખ્ય સચિવ નર્મદા અને જળ સંપત્તિ
 
જે પી ગુપ્તા અગ્ર સચિવ નાણાં

રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો
 
10 IAS ઓફિસરની બદલી
નવી સરકારે બદલીનો ચીપ્યો ગંજીપો
મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ
મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો
JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ
મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ
અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં
CV સોમની પણ બદલી કરાઇ
બોટાદના કલેક્ટરની પણ ટ્રાન્સફર
તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર
બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર
રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો
10 IAS ઓફિસરની બદલી
નવી સરકારે બદલીનો ચીપ્યો ગંજીપો
મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ
મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો
JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ
મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ
અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં
CV સોમની પણ બદલી કરાઇ
બોટાદના કલેક્ટરની પણ ટ્રાન્સફર
તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર
બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીના તહેવારમાં રાત્રે બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ