Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકાર આગામી બજેટમાં ખર્ચા પર કાપ મૂકશે; નવી ભરતી નહીં, આઉટસોર્સિંગ થશે, નવાં વાહનોની ખરીદી પર અંકુશ

ગુજરાત સરકાર આગામી બજેટમાં ખર્ચા પર કાપ મૂકશે; નવી ભરતી નહીં, આઉટસોર્સિંગ થશે, નવાં વાહનોની ખરીદી પર અંકુશ
, રવિવાર, 31 ઑક્ટોબર 2021 (11:15 IST)
નવી સરકારનું પહેલું અને છેલ્લું બજેટ સરકારી વિભાગો માટે કરકસરવાળું રહે તેવું જણાઇ રહ્યું છે. બજેટની તૈયારી સાથે નાણા વિભાગે નવી યોજનાઓ, નવી માંગણીઓ સંદર્ભે તમામ વિભાગોને માર્ગદર્શન આપતો પરિપત્ર મોકલ્યો છે.  
 
રાજ્ય સરકારનું આગામી વર્ષનું બજેટ વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાંનું બજેટ હોવાથી વિવિધ વર્ગોને આકર્ષવા અનેક રાહત અને યોજનાઓ જાહેર કરવાની તૈયારી સરકાર કરી રહી છે બીજીતરફ સરકારના ખર્ચ ઉપર નિયંત્રણો લાદીને કરકસરયુક્ત બજેટ તૈયાર કરવાની પણ કવાયત સરકારે હાથ ધરી છે. સરકારી કચેરીઓમાં સ્ટાફની નવી જગ્યાઓ ઊભી કરવા ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. વિભાગોને સ્પષ્ટ કહેવાયું છે કે 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ ન થયો હોય તેવી નવી જગ્યાઓ અપવાદરૂપ કિસ્સામાં જ મંજૂર કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

corona updates- રાજ્યમાં 17 દિવસ બાદ નોંધાયા કોરોનાના 30થી વધુ કેસ, પાંચ દિવસ બાદ થયું પ્રથમ મોત