Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધ ગ્રેટ ખલી અમદાવાદની મુલાકાતે, જણાવ્યું જિમનું મહત્વ

ધ ગ્રેટ ખલી અમદાવાદની મુલાકાતે, જણાવ્યું જિમનું મહત્વ
અમદાવાદ: , મંગળવાર, 16 જુલાઈ 2019 (08:18 IST)
અમદાવાદના ન્યુ રાણીપ ખાતે વિજયસિંઘ સેંગર દ્રારા જિમ લોન્જનો ઇન્ડિયન રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદના બીજા જિમની સરખામણી એ અદ્યતન સાધનોથી સજ્જ છે જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમના વાતાવરણને માણી શકે. આ સિવાય લાઈવ કિચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિમમાં આવતા લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ ત્યાં જ બનાવીને તેમને આપવામાં આવશે જે ખુબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે.
webdunia
આ પ્રસંગે ધ ગ્રેટ ખલી એ જણાવ્યું કે “આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકોની લાઈફસ્ટટાઈલ એ પ્રકારની થઇ ગઈ છે અને મેદસ્વીતાનું પ્રમાણ પણ ખુબ જ વધી રહ્યું છે કેમ કે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી પરંતુ આજકાલ ખુબજ અધભૂત ટેક્નોલોજીવાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનરના લીધે લોકોનું જિમ તરફનું આકર્ષણ વધ્યું છે જે ખુબ જ સારું છે.
webdunia
તેણે વધુમાં જણાવ્યું કે "જિમ અને ડાયટના કારણે તમે પોતાની જાતને વધુ સ્ફૂર્તિભર્યું રાખી શકો છો અને અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો ક્રોસ ફિટ, ઝુમ્બા દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે છે અને આજે અમદાવાદનો મહેમાન બનીને મને ખુબ જ ખુશી થઇ રહી છે અને જિમ લોન્જ ખાતે જે મશીનરી મુકવામાં આવી છે એ ખરેખર અદભુત છે અને ટ્રેનર પણ ખુબજ ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે અને મને આશા છે કે અમદાવાદીઓ આ પ્રકારના જિમનો ખુબ જ સારી રીતે લાભ લેશે.” 
webdunia
જિમ લોન્જના માલિક વિજયસિંઘ સેંગર એ જણાવ્યું કે “આ ફીટનેશ સ્ટુડીયો થકી અમારો ધ્યેય લોકો ને તેમની હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો છે. હું છેલ્લા ૯ વર્ષોથી લોકોને આ વિશેની તાલીમ આપું છું અને મે મારી ટેક્નિક્સથી ડાયાબીટીશ,બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે. અમારા ટ્રેઇનર ખૂબ જ વધારે ટેક્નિકલ જ્ઞાનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ફીટનેશ સર્ટીફીકેટ ધરાવે છે. અમે લોકોને એ રીતે સાધનોની માહીતી આપીશું કે તેઓ પોતાની મેળે એનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગના પૂરેપૂરા ફાયદા તેમને જણાવવામાં આવશે”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાંકરિયા રાઇડ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે :- વિજય રૂપાણી