Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં હવે એક આંખ ધરાવતી વ્યક્તિઓને પણ ડ્રાઈવીંગ લાયસન્સ મળશે

ગુજરાતમાં હવે એક આંખ ધરાવતી વ્યક્તિઓને પણ ડ્રાઈવીંગ લાયસન્સ મળશે
અમદાવાદ, , સોમવાર, 15 જુલાઈ 2019 (15:05 IST)
હવે ગુજરાત ભ૨માં એક આંખ ધરાવતી વ્યક્તિઓને પણ વાહનનું ડ્રાઈવીંગ લાયસન્સ આપવામાં આવશે. અને આ આ અંગેનો એક પરિપત્ર રાજયનાં વાહન વ્યવહા૨ કમિશ્નરે રાજકોટ સહિત રાજયનાં દરેક આ૨.ટી.ઓ. અધિકા૨ીઓને મોકલી આપી અમલ શરૂ કરીદેવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ કેન્દ્વ સ૨કારે ગત ડિસેમ્બ૨ ૨૦૧૭ દ૨મ્યાન એક આંખ ધરાવતી વ્યક્તિઓને ડ્રાઈવીંગ લાયસન્સ આપવા પરિપત્ર ર્ક્યો હતો. પરંતુ ગુજરાત સ૨કારે તેનો અમલ શરૂ ર્ક્યો ન હતો.

દ૨મ્યાન રાજકોટથી જ એક વ્યક્તિએ આવા લાયસન્સ માટે જે તે સમયે વાહન વ્યવહા૨ કમિશ્ન૨ને ૨જુઆત કરીહતી.
આ ૨જુઆત અનુસંધાને ગત જુલાઈ ૨, ૨૦૧૯નાં રોજ વાહન વ્યવહા૨ કમિશ્નરે રાજયનાં દરેક જિલ્લાઓનાં આ૨.ટી.ઓ. અધિકા૨ીઓને પરિપત્રનો અમલ ક૨વા સુચના આપી હતી.
એક આંખ ધરાવતી વ્યક્તિઓએ વાહન લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભ૨વાનું ૨હેશે તથા કોમ્પ્યુટ૨ અને વાહન ટેસ્ટ પણ આપવાની ૨હેશે.
જયારે એક આંખ ગુમાવ્યાને ઓછામાં ઓછો છ માસનો સમય થયો હોવો જોઈએ. તથા બીજી આંખે ૧૨૦ ડિગ્રી જોઈ શકે તેવું વિઝન અને બીજી આંખનું વિઝન ૬/૧૨નું હોવુ જોઈએ. અને લાયસન્સ માટે સ૨કારીહોસ્પિટલનાં ઓપ્થોલ્મોલોજીનું પ્રમાણપત્ર આપવાનું ૨હેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરારિ બાપુના નામે અનાજ ઉપડી જાય છેઃ પરેશ ધાનાણીના નિવેદનથી વિધાનસભામાં હોબાળો