Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હળદરની પ્રાકૃતિક ખેતી થકી વર્ષે લાખોનું ઉત્પાદન મેળવે છે આ ખેડૂત,

હળદરની પ્રાકૃતિક ખેતી થકી વર્ષે લાખોનું ઉત્પાદન મેળવે છે આ ખેડૂત,
, ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (12:26 IST)
આયુર્વેદિક ઔષધોમાં હળદર અનેક રોગમાં ગુણકારી હોવાનું માનવામાં આવે છે. શરદી, કફ ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોના સમયમાં ઉકાળામાં ખુબ ઉપયોગમાં લેવામાં આવી હતી. રસોઈમાં મોટે ભાગે વપરાતા મસાલામા હળદર રસોઈને સ્વાદિષ્ટ અને રંગ આપવામાં મદદરૂપ બને છે.
webdunia
રાજકોટથી આશરે ૪૦ કી.મી. નજીક ભંડારીયાના ખેડૂત વલ્લભાઇ પટેલ જણાવે છે કે, જયારે પ્રાકૃતિક ખેતી વિષે જાણ્યું ત્યારે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનો વિચાર આવ્યો હતો. સામાન્ય રીતે બજારમાં મળતી હળદર રાસાયણિક ખાતર દ્વારા તૈયાર થતી હોઈ છે, લોકોને સ્વાસ્થ્યમાં વધુ  ગુણકારી અને સસ્તી કિંમતે ચોખ્ખો માલ મળી રહે તે માટે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું અભિયાન શરૂ કર્યું.
 
પ્રાકૃતિક પધ્ધતિથી હળદરની ખેતી અંગેની સફર અંગે વલ્લભભાઇ વધુમાં જણાવે છે કે મેં આજથી પાંચ વર્ષ પહેલા પાંચ વીઘામાં હળદરની પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. હળદરની વાવણી માટે ખાસ પાળા ઉભા કરવા સુરતથી ટ્રેકટર અને ચાસ પાડવાની સાધન સામગ્રી મંગાવી ઢોળાવ ઉભા કરી તેમાં હળદરની ગાંઠો જે બિયારણ કહેવાય તેનું વાવેતર કર્યું. હળદર ઉગતા ૮ મહિના જેટલો સમય લાગે અને તેને ટપક પધ્ધતિથી પાણી આપી ઉગાડવી પડે. તેઓ વધુમાં જણાવે છે કે એક રોપામાંથીઆશરે બે કિલો જેટલી લીલી હળદરનું ઉત્પાદન મળે છે.
 
પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત પણ જાતે જ બનાવ્યું. જેમાં ગૌમૂત્ર, છાણ, લીંબોળી, ચણાનો લોટ, વડલાના ઝાડની માટી સહીતનું મિશ્રણ પીપમાં તૈયાર કર્યું, જે જરૂરિયાત મુજબ પિયત સાથે ભેળવી દેવાનું. આશરે ૮ મહીને હળદરનો પાક તૈયાર થાય ત્યારબાદ તેની લણણી કરવાની.
 
કોઠા સુઝ ધરાવતા વલ્લભભાઈએ લીલી હળદર માર્કેટમાં વેચવાના બદલે તેનો પાવડર બનાવી મુલ્યવર્ધન સાથે  વેચાણ કરવાનું પણ જોખમ લીધું. હળદરને સૂકવવા બોઇલર તેમજ ક્રશર એટલે કે ઘંટી પણ વસાવી લીધી. પેકીંગ સહીતની જવાબદારી પરિવારજનોએ ઉપાડી લીધી અને ફાર્મ પરથી જ વેચાણ શરૂ કર્યું.
 
વલ્લભભાઈની મહેનત હળદરની માફકરંગ લાવી, આજે તેઓને અગાઉથી હળદરનું બુકીંગ કરવું પડે છે. તેઓ વર્ષે દહાડે વીઘે ૪૦ મણ એટલે કે ૫વીઘે ૨૦૦મણ હળદરઉત્પાદીત કરી તેના પાવડરનું વેચાણ કરી ૮લાખથી વધુની કમાણી કરી લે છે. તેઓ દર વર્ષે હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે તેનું પ્રમાણપત્ર પણ પ્રમાણીત લેબોરેટરી મારફત મેળવે છે. આવનારા સમયમાં તેઓ  પોતાની બ્રાંડનેમ સાથે માર્કેટમાં પોતાની હળદરને આગવી ઓળખ આપવાનું આયોજન કરી રહ્યા છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને વધુ ને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે, જે ને પરિણામે ખેડુતો  સ્વાસ્થ્ય અને મુલ્ય વર્ધિત ખેતીને અનુસરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા રેપમાં નવો વળાંક: સીએ પત્ર લખી કર્યો ખુલાસો, બળાત્કાર બાદ અશ્લીલ ફોટો કર્યા હતા વાયરલ, બે આરોપી ફરાર