Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં નદીમાં ડૂબી જતાં યુવકનું મોત, પરિવાર પર આફત તૂટી પડી

drowned
, બુધવાર, 13 એપ્રિલ 2022 (13:24 IST)
રાજ્યભરમાં ગરમીએ ભારે જોર પકડ્યું છે. ત્યારે યુવાનો કેનાલ, દરિયા કિનારે અને તળાવમાં ન્હાવા જતા હોય છે. ત્યારે મોજ મસ્તી ભારે પડી જતી હોય છે. ત્યારે રાજ્યના ભાવનગરમાં એક યુવક નદી ડૂબી જતાં મોત નિપજ્યું છે. ભાવનગરની સુકાવો નદીમાં યુવક ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં શોક માહોલ સર્જાયો છે.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરની સુકાવો નદીમાં પશુ ચરાવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. બળદ યુવકને પાણીમાં ખેંચી જતા તે ડૂબવા લાગ્યો હતો. નાના ભાઈની નજર સામે જ મોટાભાઈનું મોત થયું છે. 
 
આ ઘટનામાં યુવક ડૂબી જતાં મોતને ભેટતાં યુવકના પરિવાર પર હાલ આફત આવી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે તો બીજી તરફ કેનેડામાં વસતા ગુજરાતીઓ માટે શોકિંગ સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના બે યુવાનો કેનેડાના દરિયામાં ડૂબ્યા હતા. પગ લપસતા એક ભાઈ દરિયામાં ડૂબ્યો હતો. તો ડૂબતા ભાઈને બચાવવા જતા બીજો ભાઈ પણ દરિયામાં કૂદ્યો હતો. જેમાં એક ભાઈનું મોત નિપજ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છની ધરતી પર સંશોધન: કચ્છના રણના મીઠામાંથી મળ્યા મંગળ ગ્રહ જેવા બેક્ટેરિયા, હવે આના પરથી જાણવા મળશે મંગળ પર જીવન શક્ય છે