તાજેતરમાં પૂર્વ કચ્છમાંથી પોલીસ વાનમાં મુસાફરી કરતી વખતે પોલીસકર્મીઓ સંગીત પર ડાન્સ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતાં પૂર્વ કચ્છના એસપીએ ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ મામલે એક માહિતી સામે આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન પોલીસની મદદ માટે આગળ આવી છે.
તમને જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને ટ્વિટ કર્યું છે કે ગાંધીધામના આ ત્રણ પોલીસકર્મીઓની સજા માફ થવી જોઈએ. પ્રસિદ્ધ અભિનેત્રી રવિના ટંડને પ્રજાસત્તાક દિવસના અવસર પર એક જૂના હિન્દી ગીત પર ડાન્સ કરતા એરફોર્સના જવાનોનો એક વીડિયો શેર કર્યો છે અને ટિપ્પણી કરી છે કે ત્રણ પોલીસકર્મીઓને માફી આપવી જોઈએ.
રવિના ટંડન પહેલા છત્તીસગઢના IPS અને ટ્રાન્સપોર્ટ કમિશનર દીપાંશુ કાબરાએ પણ સસ્પેન્ડ કરાયેલા કચ્છ પોલીસકર્મીઓને સજા નહીં કરવાની વાત કરી હતી. હવે પીઢ બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ બાદ જૂના હિન્દી ગીતોના બેન્ડ પર ડાન્સ કરતા એરફોર્સના જવાનની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરતાં કહ્યું કે, "પોલીસવાળાઓને માફ કરી દેવા જોઈએ, તેઓ પણ એક માણસ છે. સસ્પેન્ડ જવાનોને ફરી આવું ન કરવાની સૂચના આપવી જોઈએ.રવીનાએ આગળ લખ્યું કે આપણા જવાનોને પણ રીલેક્સ થવાની જરૂર છે.
જણાવી દઈએ કે તાજેતરમાં કચ્છના ચાર પોલીસકર્મીઓ યુનિફોર્મમાં ફિલ્મી ગીતમાં મસ્તી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં કચ્છના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદીશ ખેતાભાઈ સોલંકી, રાજા મહેન્દ્ર હીરાગર અને હરેશ ઈશ્વરભાઈ ચૌધરીએ યુનિફોર્મમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. પૂર્વ કચ્છના એસપી મયુર પાટીલે સીટ બેલ્ટ ન બાંધીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની જાણ થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.