Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

સુરત: ગણેશ પંડાલમાં ખુલ્લેઆમ પીવાયો દારૂ, બાદમાં હિન્દી ગીતો પર ઝૂમ્યા યુવાનો

Surata golwad
, મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (18:50 IST)
સુરત: સમગ્ર દેશ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે સુરતની એક શરમજનક ઘટના સામે આવી છે. સુરતમાં ગણેશજીની સવારી આવી રહી હતી ત્યારે મૂર્તિ સામે ખુલ્લેઆમ દારૂ ઢીંચતો યુવાનોનો વીડિયો સામે આવ્યા છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ વાર-તહેવાર ધાર્મિક પ્રસંગોના નામે ખુલ્લેઆમ દારૂ પીવાઇ રહ્યો છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગણેશજીની મુર્તિ સામે કેટલાક યુવાનો હાથમાં દારૂની બોટલ લઇને ખુલ્લેઆમ દારૂ પી રહ્યાં છે અને સાથે સાથે 'નશા શરાબમેં હોતા તો ઝૂમતી બોટલ' ગીત પર ડાન્સ પણ કરી રહ્યાં છે. આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના છે. જેમાં ભક્તિના નામે લોકો દારૂની રેલમછેલ કરી રહ્યાં છે. આ વીડિયો સામે આવ્યા બાદ એક તરફ કાયદાની એસીતેસી થઇ રહી છે, તો બીજી તરફ લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવી છે.
 
આ ઘટનાને પગલે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે આ વીડિયો જો ગુજરાતનો કે સુરતનો હશે તો પોલીસ ચોક્કસપણે પગલાં ભરશે પરંતુ જો વીડિયો ગુજરાત બહારનો હશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે નહીં.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેસૂલ વિભાગમાં વધુ એક જનહિતકારી નિર્ણય: હવે એડવાન્સમાં સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂર રહેશે નહીં