Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત: સાસરીયાવાળાએ 40 હજાર રૂપિયા ન આપ્યા તો પતિએ આપી દીધા 'ત્રિપલ તલાક'

સુરત: સાસરીયાવાળાએ 40 હજાર રૂપિયા ન આપ્યા તો પતિએ આપી દીધા 'ત્રિપલ તલાક'
, બુધવાર, 31 જુલાઈ 2019 (08:14 IST)
સુરત: સુરત જિલ્લામાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પિતાએ ઇ-રિક્શા ખરીદવા માટે 40 હજાર રૂપિયા ન આપ્યા તો પતિએ તેને ત્રણ તલાક આપી દીધા છે. મહિલાએ પોલીસને કહ્યું કે તેના પતિને સજા અને તેને ન્યાય મળે. હાલ તો એસીપી સ્પેશિયલ બ્રાંચે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળ તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ તલાક સાથે સંકળાયેલા ઘણા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ વિપક્ષમાં ભારે વિરોધ વચ્ચે ત્રણ તલાક બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. વોટિંગ દરમિયાન બિલના પક્ષમાં 303 વોટ, જ્યારે વિરોધ પક્ષમાં 82 વોટ પડ્યા હતા. 

તમને જણાવી દઇએ કે વોટિંગ પહેલાં સંસદમાંથી જેડીયૂ, ટીઆરએસ, YSR કોંગ્રેસ અને TMC નું વોકઆઉટ કરી દીધું. જેડીયૂ, ટીએમસી વોટથી દૂર રહ્યા, તો બીજી તરફ બીજેડીએ બિલના પક્ષમાં વોટ કર્યા. ટીઆરએસ, વાઇએસઆર કોંગ્રેસ બિલની વિરૂદ્ધ રહી. આ પહેલાં બિલ પર ચર્ચા દરમિયાન લૈંગિક ન્યાયને નરેંદ્ર મોદી સરકારનું મૂળ તતવ ગણાવતાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવવા સંબંધી ખરડો, રાજકીય, ધર્મ, સંપ્રદાયનો પ્રશ્ન નથી પરંતુ આ 'નારીના સન્માન અને નારી-ન્યારીનો સવાલ છે અને ભારતની પુત્રીઓના અધિકારોની સુરક્ષા સંબંધી આ પહેલને બધાનું સમર્થન હોવું જોઇએ. 

તો બીજી તરફ AIMIM ના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે બિલમાં તમે કહી રહ્યા છો કે જો કોઇ પતિએ પત્નીને ત્રણ તલાક કહી દીધું તો લગ્ન તૂટી જતા નથી, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો પણ એ કહે છે કે પછી તમે કેમ કરી રહ્યા છો. તેમણે કહ્યું છે આ મહિલાઓની વિરૂદ્ધ છે. જ્યારે 3 વર્ષની સજા થઇ જાય, પતિ જેલમાં રહે તો સ્ત્રી 3 વર્ષ સુધી રાહ જુએ છે. ઓવૈસીએ કહ્યું કે તમે એક જોગવાઇ લાવો કે જો કોઇ ટ્રિપલ તલાક આપે છે તો મેહરની રકમ પણ 5 ગણી તેને ભરવી પડે. 

બિલમાં શું છે જોગવાઇ
તાત્કાલિક ત્રણ તલાક એટલે તલાક-એ-બિદ્દતને રદ અને ગેરકાનૂની ગણાવો
તાત્કાલિક ત્રણ તલાકને સંજ્ઞેય ગુનો ગણવાની જોગવાઇ, એટલે કે પોલીસ વોરંટ વિના ધરપકડ કરી શકે છે. 
ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. 
આ સજ્ઞાન ત્યારે થશે જ્યારે તે પોતે મહિલા ફરીયાદ કરે અથવા પછે તેના કોઇ સગાસંબંધી.
મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે. જામીન ત્યારે આપવામાં આવશે જ્યારે પીડિત મહિલાનો પક્ષ સાંભળવામાં આવશે.
પીડિત મહિલાના અનુરોધ પર મેજિસ્ટ્રેટ સમાધાનની પરવાનગી આપી શકે છે.
પીડિત મહિલા પતિ પાસે જીવનનિર્વાહ જથ્થાનો દાવો કરી શકે છે. 
તેની રકમ મેજિસ્ટેટ નક્કી કરશે
પીડિત મહિલા કિશોર બાળકોને પોતાની પાસે રાખી શકે છે. તેના વિશે મેજિસ્ટ્રેટ નક્કી કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી સરકારનું ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ , રાષ્ટ્રપતિની મંજૂરી પછી બનશે કાનૂન્