Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

ધ્રૂજાવી નાખે એવો અકસ્માત- સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માત

Tragic accident on Ichchapur-Hazira road in Surat
, ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (12:26 IST)
સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં સુરતના બે ભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછલ કાર અથડાઈ હતી. આ કારમાં સવાર ત્રમ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને મહામેહનતે બરા કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આખી કાર પડીકું વળી ગઈ હતી.
 
ફાયર વિભાગની ટીમને કટરથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા. મૂળ ઓડિશાનો અને છેલ્લાં 15 વર્ષોથી સુરતમાં સ્થાયી દિનેશની કારનો કવાસ પાટિયા
નજીક અકસ્માત થયો હતો, જેમાં દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત થયું છે. જ્યારે ધો.10માં અભ્યાસ કરતા ગૌતમ ગુણિયલ નામના બાળકનું પણ મોત
નીપજ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CM New Cabinet Live - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 23 મંત્રી લેશે શપથ, જાણો કોણ છે આ મંત્રીઓ