Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના વસ્ત્રાપુરના એમ્ફિ થિયેટરમાં 26 ફેબ્રુઆરીએ સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ 'રૂહાનિયત' યોજાશે

અમદાવાદના વસ્ત્રાપુરના એમ્ફિ થિયેટરમાં 26 ફેબ્રુઆરીએ સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ  'રૂહાનિયત' યોજાશે
, ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (15:48 IST)
અમદાવાદના વસ્ત્રાપુર લેકના એમ્ફિથિયેટરમાં આગામી 26 ફેબ્રુઆરીના રોજ ઓલ ઇન્ડિયા સૂફી એન્ડ મિસ્ટિક મ્યુઝિક ફેસ્ટિવલ 'રૂહાનિયત' યોજાવા જઈ રહ્યો છે. બનિયાન ટ્રી દ્વારા યોજાઇ રહેલા આ ફેસ્ટિવલનું આ 21મી એડિશન છે. આ ફેસ્ટિવલ ફરી એકવાર 8 શહેરોમાં મુસાફરી કરશે, જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતનો સમાવેશ થાય છે.
webdunia

આ ફેસ્ટિવલનું સૌથી રસપ્રદ પાસું એ છે કે તેમાં દેશના દૂરદૂરના વિસ્તારોમાંની જીવંત પરંપરાઓને દર્શાવવામાં આવે છે.આ ફેસ્ટિવલ સંગીત અને આધ્યાત્મિકતાની સંયુક્ત શક્તિથી ઉભરાતી રુહાનિયત એક કોન્સર્ટ કરતા વધુ સમૃદ્ધ અનુભવ છે. જે તેને માણે છે તેના હૃદય અન મસ્તિષ્ક ખૂલી જાય છે. મહત્વની વાત એ છે કે આ ફેસ્ટિવલે જીવંત પરંપરાઓ અને આપણા અમૂર્ત વારસાના અનન્ય પાસાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બ્રિજ સ્થાપિત કર્યો છે. તે રીતે જોતાં રૂહાનિયત એક શોધનું મંચ છે- શોધ નવા સ્વરૂપોની, નવી પ્રતિભાની. પરંતુ, તે બધાથી ઉપર આ ફેસ્ટિવલ વ્યક્તિને માનસિક શાંતિ શોધવામાં અને તેની સાથે કનેક્ટ થવામાં મદદ કરે છે.
webdunia

આ ફેસ્ટિવલ એ બનિયાન ટ્રીના મેનેજિંગ ડાયરેક્ટર મહેશબાબુની પરિકલ્પના છે, જે હવે એક એવી મૂવમેન્ટ બની ગયો છે, જે બિનશરતી પ્રેમ, અહંકારનું આત્મસમર્પણ અને એકતામાં માનનારા તમામને જોડવામાં મદદ કરે છે. આ ફેસ્ટિવલ હંમેશાંની જેમ મુંબઈથી શરૂ થયો અને ત્યાંથી કોલકાતા, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નઈ ગયો. હવે બીજા તબક્કામાં તે ચેન્નાઈથી ભરૂચ, વડોદકા અને અમદાવાદની યાત્રા કરશે અને છેલ્લે પુણેમાં સંપન્ન થશે.
webdunia
આ વખતના કલાકારોની યાદી આ પ્રમાણે છે
ખુસરો- કબિર- મદન ગોપાલસિંહ અને ચાર યાર
સો સેઈડ ધ સંત ઓફ મહારાષ્ટ્ર- અવધૂત ગાંધી એન્ડ ગ્રુપ
ધ મિસ્ટિક સ્ટોરી ઓફ રાની ભાટીયાણી- ધારેખાન એન્ડ ગ્રુપ
સિંધી સરાઈકી- ઈસમાઈલ પારા એન્ડ ગ્રુપ
કવ્વાલી- ચાંદ નિઝામી એન્ડ ગ્રુપ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુક્રેન એરપોર્ટ પર રશિયન મિસાઈલ પડી, વિસ્ફોટ બાદ લાગી આગ, વીડિયો વાયરલ