Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આફ્રિકામાં ‘સ્ટડી ઇન ગુજરાત” અભિયાનનો ભવ્ય રોડ શો યોજાશે

આફ્રિકામાં ‘સ્ટડી ઇન ગુજરાત” અભિયાનનો ભવ્ય રોડ શો યોજાશે
, શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (10:34 IST)
દુબઈ અને કુવૈતમાં 'સ્ટડી ઇન ગુજરાત' રોડ શોને મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું પ્રતિનિધિમંડળ આગામી 13 થી 24 ફેબ્રુઆરી, 2020 દરમિયાન આફ્રિકાના વિવિધ દેશો ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. 
 
‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન હેઠળ રાજ્ય સરકારનુ પ્રતિનિધિ મંડળ કેન્યા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં ક્રમશ  13, 17, 20 અને 24 ફેબ્રુઆરી, 2020 દરમિયાન રોડ શો અને એક્ઝીબિશનનુ આયોજન કરવામા યોજશે. જેમાં ગુજરાતની 15 અગ્રણી યુનિવર્સિટીઓના ૩૪ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ રોડ શોમાં અમદાવાદ યુનિવર્સિટી, આર.કે યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ચારુસેટ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, આઈઆઈટી-રેમ, ગુજરાત યુનિવર્સિટી, એમએસયુ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને સંકલચંદ પટેલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. યુગાન્ડા અને મોઝામ્બિક માટે મુખ્ય ભાગીદાર મારવાડી યુનિવર્સિટી છે જ્યારે કેન્યા માટે ગુજરાત યુનિવર્સિટી છે અને ઝિમ્બાબ્વે માટે પારૂલ યુનિવર્સિટી છે.
 
આ રોડ શો ગુજરાતના સમૃદ્ધ શિક્ષણ ક્ષેત્રની ઝાંખી દર્શાવશે અને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે રસ ધરાવતા ઉમેદવારોને રાજ્યના સમૃદ્ધ સંસાધનોથી માહિતગાર કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોને વધુ વિગતો પ્રાપ્ત થાય એ ઉદ્દેશથી રાજ્યની નામંકિત યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ તેમજ પ્રતિનિધિ મંડળો પરામર્શ કરશે. ‘સ્ટડી ઇન ગુજરાત’ કાર્યક્ર્મ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમો, અરજી પ્રક્રિયાઓ અને યુનિવર્સિટીઓ વિશે વધુ જાણવા તેમજ નોંધણી માટે સત્તાવાર વેબસાઇટ www.study.gujarat.gov.in ની મુલાકાત લઈ શકે છે. 
 
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરવા તેમજ વિદેશના વિદ્યાર્થીઓને રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે આમંત્રિત કરવા સ્ટડી ઇન ગુજરાત પહેલની શરૂ કરવામાં આવી છે. 
 
છેલ્લા બે દાયકામાં, ગુજરાત રાજ્ય દેશમાં અગ્રણી શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામત વાતાવરણ, અભ્યાસક્રમો આંતરરાષ્ટ્રીય ધોરણો અને ઇન્ડ્સ્ટ્રી એક્સ્પોઝર વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન મદદરૂપ સાબિત થશે. 
 
અત્રે નોંધનીય છે કે પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોના શિક્ષણવિદો અને સરકારી અધિકારીઓ સાથે વાતચીત દ્વારા ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર વિશે મૂલવણી કરી ખરા અર્થમાં ‘નોલેજ ઇકોનોમી’ નો (જ્ઞાનનુ અર્થતંત્ર) સાર્થક કરવા માટે સફળ ભાગીદારી અને સહયોગનો માર્ગ મોકળો કરશે. અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ વિશે વધુ જાણવા માટે વિદ્યાર્થીઓ સ્ટડી ઇન ગુજરાત અભિયાનના સોશ્યલ મીડિયા હેન્ડલ્સથી પણ કનેક્ટ થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વુહાન પોલીસની ધમકી છતાં કોરોના વાઇરસ અંગે ચેતવનાર ડૉ. વેનલિયાન્ગનું મૃત્યુ