Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના જે.પી. નડ્ડાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ‘ વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ’ કહેતા વિવાદ

ભાજપના જે.પી. નડ્ડાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ‘ વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ’ કહેતા વિવાદ
, શનિવાર, 20 જુલાઈ 2019 (12:41 IST)
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ હેલિકોપ્ટર મારફતે નર્મદામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યાં હતાં. જ્યાં નડ્ડાએ સ્ટેચ્યૂને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ કહેતા વિવાદ થયો છે. જોકે બાદમાં લોચો માર્યાનું ધ્યાને આવતાં માફી માંગીને સ્ટેચ્યૂ કહ્યું હતું. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસથી વંચિત આદિવાસી વિસ્તાર મુખ્ય ધારામાં આવ્યાનું કહ્યું હતું.

જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો પ્રવાસ કરીને ધન્યતા અનુભવું છે. પાર્ટીએ મને મોકો આપ્યો છે તે માટે પોતાની જાતને ધન્ય ગણું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તિર્થ સ્થાન છે. જેમાં દરેક ગામની માટી અને લોખંડ સમાયેલું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ ભારતના પ્રત્યેક નાગરિકને ગર્વ થાય છે.આ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,ભુપેન્દ્ર સિંહ ચુડાસમા સહિતના સાંસદોએ તેમને આવકાર્યા હતાં. આદિવાસી કડાં કંદોરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોમેન્ટો આપી તેમનું સ્વાગત સન્માન કરાયું હતું. આદિવાસીઓને સંબોધતા નડ્ડાએ કહ્યું હતું કે, હું આદિવાસી વિસ્તારમાંથી આવું છું. આદિવાસી સંસ્કૃતિ આજે લોકો છોડી રહ્યા છે પરંતુ આપણી સંસ્કૃતિ આપણે ન છોડવી જોઈએ તેવી સલાહ આપતાં ઉમેર્યું હતું કે, આદિવાસી વિસ્તાર ઘણા સમયથી વિકાસથી વંચીત હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસીઓને વિકાસની મુખ્ય ધારામાં સમાવ્યાં છે.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મૉબ લિચિંગ પર બોલ્યા આઝમ ખાન - પાકિસ્તાન ન જવાની સજા ભોગવી રહ્યા છે મુસલમાન