આ વર્ષે ઓલ ઈન્ડિયા DGP કોન્ફરંસનું આયોજન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે એટલે કે કેવડિયામાં કરવામાં આવ્યું છે. મે 2014માં નરેંદ્ર મોદીના મોદીબન્યા બાદ બીજી વખત DGP કોન્ફરંસ ગુજરાતમાં યોજાશે. ડિસેમ્બર 2015માં કચ્છના ધોરડોમાં આ કોન્ફરંસ યોજાઈ હતી. દેશના તમામ રાજ્યોના DGP, સુરક્ષા અને ઈન્ટેલિજન્સ એજન્સીના વડા અને તેમના ડેપ્યુટીઓ કોન્ફરંસમાં ભાગ લેશે. મોદી 20 ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને કોન્ફરંસ માટે બે દિવસ ત્યાં રોકાશે.
ગુજરાત સરકારના અધિકારીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે બે દિવસીય કોન્ફરંસના અંતિમ દિવસે મોદી સંબોધન કરી શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15 ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા છે સાથે જ રાષ્ટ્રપતિ 22 ડિસેમ્બરે ધોરડોમાં કચ્છના નાના રણની મુલાકાત લેશે.
DGP કોન્ફરંસ સાથે જોડાયેલા એક અધિકારીએ માહિતી આપી કે, મોદી અને કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઓલ ઈન્ડિયા DGP કોન્ફરંસમાં ભાગ લેવા માટે હામી ભરી છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં બીજી વખત મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાઈટ ખાતે નવનિર્મિત એક ભારત, શ્રેષ્ઠ ભારત ભવનમાં રોકાણ કરે તેવી શક્યતા છે. મોદીનર્મદા અને આસપાસના જિલ્લામાં કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.”