Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટેચ્યૂ ઑફ યુનિટીને નિહાળવા માટે આવતા પ્રવાસીઓ પ્રાથમિક સુવિધા ન મળતા પરેશાન

સ્ટેચ્યૂ ઑફ યુનિટીને નિહાળવા માટે આવતા પ્રવાસીઓ પ્રાથમિક સુવિધા ન મળતા પરેશાન
, ગુરુવાર, 15 નવેમ્બર 2018 (16:04 IST)
કુદરતી સૌંદર્ય અને નર્મદા ડેમના કારણે જાણીતું કેવડિયા હાલ વિશ્ર્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના કારણે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકાર્પણના 13 દિવસમાં દેશભરમાંથી આવેલાં દોઢ લાખ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને નિહાળી ચૂક્યા છે, પરંતુ તંત્રના આયોજનના અભાવે સ્ટેચ્યુ નિહાળવા આવતા પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે હોટેલ અને ગેસ્ટ હાઉસનો સદંતર અભાવ છે. જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી નિહાળવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. 3 હજાર કરોડના ખર્ચે બનેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની 370 રૂપિયા ટિકિટ ભર્યા પછી પણ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સ્થળે નાસ્તા તથા ભોજન માટેની સુવિધાઓ ઓછી જણાઈ રહી છે. ફૂડ કોર્ટમાં મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવા છતાં પ્રવાસીઓના ધસારાના કારણે બપોર સુધીમાં ખાણીપીણીની વસ્તુઓ ખૂટી જતી હોય છે. ફૂડ કોર્ટ સિવાય કોઈ જગ્યાએ ખાણીપીણીની વસ્તુઓ મળતી નથી. જેના કારણે પ્રવાસીઓને ભૂખ્યા પેટે રહેવાની ફરજ પડે છે. કેવડિયા પહાડી વિસ્તાર હોવાથી રસ્તાઓ સાંકડા છે, પાર્કિંગ માટે પૂરતી જગ્યા નથી. સવારે 9થી રાતના 8 વાગ્યા સુધી ટીકીટબારી ખુલે છે, સવારે 6 વાગ્યાથી લાઇન લાગે છે. પીઆરઓ ઓફિસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે 17 લક્ઝરી બસો મુકવામાં આવે છે ટિકિટ મેળવ્યા બાદ લકઝરી બસમાં બેસવા માટે બે કલાક સુધી રાહ જોવી પડે છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી પહોંચ્યા બાદ તેમાં પ્રવેશ મેળવવામાં એક કલાકથી વધુનો સમય લાગે છે તેમ જ કેવડિયામાં હોટલો, ગેસ્ટહાઉસો જુજ હોવાથી રાત્રિ રોકાણની મુશ્કેલી ઊભી થાય છે. પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે ટિકિટના દર 370 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. પ્રવાસીને વ્યુ ગેલેરી જોવા ન જવું હોય તો તેની પાસેથી 120 રૂપિયા ઓછા લેવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્લોપ શો સાબિત થયેલી એકતા યાત્રાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થશે