Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

દેશમાં બધાના નાગરીકોના નામ રામ કરી દો એટલે આપોઆપ વિકાસ થઈ જશે - હાર્દિક પટેલ

હાર્દિક પટેલે
, ગુરુવાર, 15 નવેમ્બર 2018 (15:58 IST)
દેશમાં હાલમાં નામકરણ વિધી ચાલી રહી છે ત્યારે સૌથી વધુ વિવાદ અમદાવાદના નામે ચર્ચાઓમાં થઈ રહ્યો છે. આ અંગે હવે હાર્દિક પટેલનું વલણ કંઈક બીજું જ છે. હાર્દિક પટેલે જણાવ્યું કે જો ફક્ત શહેરોના નામ બદલવાથી વિકાસ થઇ શકે છે અથવા આ દેશ સોનાની ચિડિયા બની શકે છે તો બીજું કોઇ વિશેષ કામ કરવાની જરૂર છે. તેણે જણાવ્યું કે દેશને સોનાની ચિડિયા બનાવવા માટે તમામ 125 કરોડ લોકોનું નામ રામ રાખવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. પરંતુ હાલની સરકાર નામ બદલવાની અને મૂર્તિઓના ચક્કરમાં છે.ઉલ્લેખનીય છે કે હાર્દિક ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં શ્રી કલ્કિ મહોત્સવના ઉદ્ધાટન સમારોહમાં ભાગ લેવા પહોંચ્યો હતો. અહીં સમ્મેલનમાં તેના સાથી કાર્યકર્તાઓએ તેનું દિલથી સ્વાગત કર્યું હતું. તેણે જણાવ્યું કે તે આવતી કાલે લખનઉમાં ખેડૂતો અને યુવા સંગઠનોના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લ્યો બોલો! વાઈબ્રન્ટ સમિટ માટે વિવિધ રાજ્યોમાં મંત્રીઓ પહોંચશે અને રોડ શો કરશે