Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

દહેજ જીઆઈડીસીમાં SRF કંપનીમાં બ્લાસ્ટ, એકનુ મોત, 2 ગંભીર

દહેજ જીઆઈડીસીમાં SRF કંપનીમાં બ્લાસ્ટ
, મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (13:20 IST)
દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-2 પ્લાંટમા રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતા સલ્ફ્યુરિક એસિડ ફુવારા સાથે લીક થયુ.  એસિડ ટેન્કમાં બ્લાસ્ટ થયો છે ત્યાર ફરજ પર પ્લાંટમાં કામ કરી રહેલા ઝુબેર રાના, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે એક કર્મચારીનું મોત થયું છે. ઘાયલ કર્મચારીઓમાંથી એકની હાલત ગંભીર હોવાંથી સારવાર માટે તેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો છે. એસિડ ટેન્કમાં બ્લાસ્ટને લઈને દહેજ પોલીસ અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.
 
મીડિયા રિપોર્ટ મુજબ દહેજ GIDCમાં આવેલી એસઆરએફ કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. જેથી ઓન ડ્યુટી ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 
નોંધનીય છે કે, થોડા સમય પહેલા ભરૂચના ઝગડીયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ-5ના પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. આ ધમાકાની ઝપેટમાં 24 લોકો ઘાયલ થયા હતા. કંપનીમાં ધમાકા પછી લાગેલી આગમાં 24 કર્મચારીઓને ઇજા થઇ હતી. તેમને ભરૂચ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સસરા-વહુનો પ્રેમ - વહુ અને સસરા એક સાથે રૂમમાં હતા, ચૂપચાપ આવ્યો દીકરો તો ન બનવાનુ બની ગયુ !!