Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 24 March 2025
webdunia

સોનગઢમાં ધોળે દિવસે ખુલ્લી તલવારો સાથે મારામારીનો વીડિયો વાયરલ

સોનગઢમાં ધોળે દિવસે ખુલ્લી તલવારો સાથે મારામારીનો વીડિયો વાયરલ
, બુધવાર, 9 જાન્યુઆરી 2019 (12:15 IST)
સોનગઢના ક્રિષ્ના મોલ પાસે બનેલી આ ઘટનામાં ૭ થી ૮ ઈસમો લાકડી લઈને એક શખ્સ પર તૂટી પડે છે. ફિલ્મોમાં જે પ્રમાણે ગુંડાગીરી દર્શાવવામાં આવે છે તે પ્રમાણે ભરબજારમાં સંખ્યાબંધ લોકોની હાજરીમાં આ ૭ થી ૮ ઇસમો એક શખ્સને બેરહેમીથી મારી રહ્યાં છે. જે શખ્સને લાકડીના ફટકાથી માર મારવામાં આવી રહ્યો છે તેને બચાવવા પહોંચનાર ઇસમને પણ અસામાજિક તત્ત્વો લાડકીના ફટકા મારતા વીડિયોમાં દેખાય છે.
મુખ્ય માર્ગ પર ધોળે દિવસે બનેલી આ ઘટનામાં કેટલીક મહિલાઓ ચીસાચીસ કરતી પણ વીડિયોમાં સંભળાય છે. સરાજાહેર બનેલી આ ઘટનામાં માર ખાઈ રહેલા શખ્સને બચાવવા પણ કોઇ જઈ ન શકે તેવો ભયનો માહોલ તે સમયે સર્જાયો હતો. આ હુમલો પૂર્વ આયોજિત હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રમાણે ધોળે દિવસે એક શખ્સને જાહેરમાં નિર્દયતાથી માર મારવાની આ ઘટના પોલીસ મથકથી માત્ર ૨૦૦ મીટરના અંતરે બની છે, ત્યારે સોનગઢમાં અસામાજિક તત્ત્વોને પોલીસની કોઈપણ પ્રકારની બીક રહી ન હોય તેવું લાગી રહ્યું છે. નગરનો સભ્ય સમાજ આ ઘટનાથી ભયભીત છે.
લોકો પોલીસની નિષ્ઠા અને ફરજ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. સરકારના ભય ભુખ અને ભ્રષ્ટાચારના દાવાની ઠેકડી ઉડાવતી બીજી એક ઘટના પણ સોનગઢની સાર્વજનિક હાઇસ્કૂલમાં સોમવારે બની છે. તેમાં એક શિક્ષકને શાળામાં લાકડીના ફટકાથી કેટલાક લોકોએ માર માર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છ -મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં મુસાફરો અસુરક્ષિત, ચોરી-લૂંટફાટ બાદ હવે હત્યાનો બનાવ