Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં હિમવર્ષા: રાજકોટમાં હિમવર્ષા, કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી માવઠાંનો માર, વીજળી પડતાં ત્રણનાં મોત

ગુજરાતમાં હિમવર્ષા:  રાજકોટમાં હિમવર્ષા, કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી માવઠાંનો માર,  વીજળી પડતાં ત્રણનાં મોત
, રવિવાર, 26 નવેમ્બર 2023 (13:28 IST)
રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. 
ગુજરાતમાં હિમવર્ષા  મનાલી જેવાં દૃશ્યો સામે આવ્યાં છે.
બરફથી રસ્તો ઢંકાઇ જતા લોકો રસ્તા પર ઊતરી મનાલી જેવો માહોલ માણી રહ્યા છે.
 
ત્યારે આજે રવિવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 
 
156 તાલુકામાં કમોસમી વરસાદ 
સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ સોમનાથના મેળામાં ભારે પવનથી તારાજી સર્જાય છે. અનેક સ્ટોલ જમીનદોસ્ત થયા છે.

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વીજળી પડતાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જાફરાબાદમાં વીજળી પડતા 16 વર્ષીય કિશોરનું, બરવાળામાં બાઈક ચાલક પર વીજળી પડતા 22 વર્ષીય યુવકનું તેમજ કડીમાં ખેતી કામ કરી રહેલા યુવક પર વીજળી પડતા મોત થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અદાણી ગ્રુપના રિફાઈન્ડ વેરહાઉસમાં ભીષણ આગ લાગી