Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, મંદિરનું નિરિક્ષણ કરશે

Bhupendra Patel visited Ramlala in Ayodhya
, શનિવાર, 25 નવેમ્બર 2023 (16:58 IST)
Bhupendra Patel visited Ramlala in Ayodhya
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ પહેલાં અયોઘ્યા જવા માટે આજે રવાના થયાં હતાં. અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ સ્થાનકના દર્શને જવા રવાના થયા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે મંત્રીમંડળના સદસ્યો સહિતના મહાનુભાવોએ તેમને શુભેચ્છાભરી વિદાય પાઠવી હતી. તેઓ જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે હેલિપેડ ખાતે 'ગાર્ડ ઓફ ઓનર' સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
webdunia
Bhupendra Patel visited Ramlala in Ayodhya

અયોધ્યા જઈને મુખ્યમંત્રીએ હનુમાન ગઢીમાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેઓ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે રવાના થયા હતાં. ત્યાર બાદ તેમણે મંદિર નિર્માણનું નિરિક્ષણ કર્યું હતું. અયોધ્યા ખાતે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દરેક રાજ્યોને ભવન બનાવવા માટે જમીન ફાળવી છે. ત્યાં ગુજરાત ભવન માટે પણ જમીન ફળવાઈ છે. જેથી આ જમીન જોવા માટે પણ મુખ્યમંત્રી જશે. આ પહેલાં તેઓ અયોધ્યામાં ગુજરાતી ટુરિઝમની ઓફિસનું પણ ઉદ્ઘાટન કરશે.
webdunia
Bhupendra Patel visited Ramlala in Ayodhya

વડાપ્રધાન મોદીની લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, તેના સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ મુખ્યમંત્રીના જાપાન પ્રવાસ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ આ પ્રવાસમાં સામેલ થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ૨૬ નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rajasthan Election Voting Live: બપોરે 3 વાગ્યા સુધી 55.64 ટકા મતદાન, ચુરુમાં બૂથ નંબર 127 પર મારામારી, ચોક્કસ સમુદાય પર આરોપ