rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ હૃદયદ્રાવક ઘટના, કારમાં રમતા-રમતા ગૂંગળાઈ જવાથી ભાઈ-બહેનના મોત

Bhavnagar
, બુધવાર, 16 જુલાઈ 2025 (00:13 IST)
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં બે નાના ભાઈ-બહેન રમતા રમતા કારમાં પુરાઈ જવાથી ગૂંગળાઈ જતાં મોતને ભેટ્યા છે.  કારના દરવાજા અંદરથી લોક થઈ જતાં બંને બાળકો અંદર ફસાઈ ગયા હતા. દરમિયાન કારમાં ઓક્સિજનની અછત થતાં બંને બાળકો ગૂંગળાઈ ગયા અને બેભાન થઈ ગયા હતા. બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આખરે કારમાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બે નાના ભાઈ-બહેન કારમાં રમતા-રમતા મોતને ભેટ્યાં છે.
 
15 જુલાઈ મંગળવારે સાંજે 6 આ ઘટના બની હતી. જેમાં દીપકભાઈ સોઢાતરના બે બાળકો - તન્વી (ઉ.વ 6 ) અને હિત (ઉ.વ 4) ઘરની બહાર રમી રહ્યા હતા. આ દરમિયાન બંન્ને રમતા રમતા ઘરની બહાર પાર્ક કરેલી ગાડીમાં જતા રહ્યા હતા. જો કે ચોક્કસ સમય બાદ ગાડી ઓટોલોક થઇ જતી હોય છે. આ સિસ્ટમ એક્ટિવ થઇ ગઇ હતી. બાળકો અંદર પુરાઇ ગયા હતા. જો કે કોઇનું ધ્યાન ગયું ન હતું અને બાળકો પણ પોતાની રમતમાં મશગુલ હતા. થોડા સમય બાદ ઓક્સિજન ઘટવા લાગ્યું હતું. ધીરે ધીરે બેભાનાવસ્થા અને ત્યાર બાદ મૃત્યુ પામ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરણેલા પુરૂષોને બીજાની પત્ની કેમ વધુ સારી લાગે છે ? ચાણક્ય નીતિથી જાણી જશો કારણ તો ચોંકી જશો