rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

London Plane Crash - પાયલોટે બાળકોને કહ્યું બાય-બાય, બીજી જ ક્ષણે વિમાન ક્રેશ થયું, લંડન વિમાન દુર્ઘટના

London air crash
, સોમવાર, 14 જુલાઈ 2025 (15:22 IST)
સાઉથેન્ડ એર પર ટેકઓફ કર્યા પછી તરત જ એક લાયલ વિમાન ક્રેશ થયું. અકસ્માતની થોડીવાર પહેલા, પાઇલટે બહાર ઉભેલા બાળકોને હાથ હલાવ્યો. થોડીવાર પછી, વિમાન ક્રેશ થયું. નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જઈ રહેલું બીચ B200 સુપર કિંગ એર વિમાન સાંજે 4 વાગ્યે ટેકઓફ દરમિયાન ક્રેશ થયું, અને વિમાન એક વિશાળ અગનગોળામાં ફેરવાઈ ગયું.
 
રવિવારે સાઉથેન્ડ-ઑન-સીમાં એક 12 મીટર લાંબા વિમાનમાં આગ લાગવાની સૂચના મળી હતી.
 
અકસ્માતમાં હજુ સુધી કોઈના હતાહતની પુષ્ટિ નથી થઈ.
 
ઍરપૉર્ટ પ્રશાસનનું કહેવું છે કે આગલા આદેશ સુધી આ ઍરપૉર્ટ પરથી વિમાનોની ઉડાન પર રોક લાગેલી રહેશે અને કોઈ પણ અપડેટ હશે તેની મુસાફરોને જાણકારી આપવામાં આવશે.
 
તેણે સોમવારે યાત્રા કરનારા મુસાફરોને પોતાની ઍરલાઇન્સનો સંપર્ક કરવાની સૂચના પણ આપી છે.
 
ડટ કંપની ઝેઉસ ઍવિયેશને પુષ્ટિ કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટ SUZ1 તેની જ ફ્લાઇટ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિમિષા પ્રિયાને મળેલી મૃત્યુદંડની સજા મામલે ભારતની સુપ્રીમ કોર્ટમાં સરકારે શું કહ્યું