રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહિલાના શારીરિક શોષણ મામલે વિવાદમાં આવ્યા છે. ખેડા જિલ્લા એસ.પી. કચેરી પર ફરિયાદ કરવા પહોંચેલા મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે અરજીમાં મંત્રી પર આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું.
અરજીમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મંત્રીના ભયના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે.
આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકારના મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણએ પોતે ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખ હતા ત્યારે પોતાના હોદ્દા તથા સત્તાનો દુરુપયોગ કરી મારી પત્ની પર બળાત્કાર કરેલ તથા શારીરિક શોષણ કરેલ છે. એટલું જ નહીં આ મિનિસ્ટર ની દહેશતને કારણે આજે મારી પત્ની મારૂ ઘર છોડી જતી રહી છે, તેવો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરી પર અરજી આપ્યા બાદ પૂર્વ સરપંચે મીડિયા સાથે વાત કરી હતી. પોતાનું નામ છુપાવવાની આજીજી સાથે તેણે પોતાના પરિવાર પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પત્ની સાથે 2015માં પરિચયમાં આવેલા અર્જુનસિંહ ચૌહાણે 2016 થી 2021 સુધી અરજદારની પત્ની સાથે શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.અર્જુનસિહે અરજદારની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. જે બાદ તેનું શારીરિક શોષણ કરી, બીજા પાસે મોકલીને પણ શોષણ કરાવડાવ્યું હતુ. મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન દોઢ મહિના સુધી અર્જુનસિંહે અરજદારની પત્નીને પોતાના તાબાની જગ્યા પર ગોંધી રાખી હતી. જોકે સમગ્ર બાબત જ્યારે ચિરાગ ના ધ્યાન પર આવી ત્યારે તેણે પોલીસ ફરિયાદ કરવા તેની પત્ની પર દબાણ કર્યું હતું. પરંતુ કેબિનેટ મંત્રીના પાવર થી ડરેલી પત્નીને પોલીસ ફરિયાદ કરવાના બદલે ઘર છોડી ચાલ્યા જવાનું વધુ સલામત લાગતા તેણી 2 મહિના અગાઉ ઘર છોડી પુના બાજુના કોઈ ગામમાં જતી રહી હોવાનું અરજદાર ચિરાગે જણાવ્યું હતું. જોકે સમગ્ર મામલે અર્જુનસિહ ચૌહાણે રૂબરૂ મળ્યા બાદ ચર્ચા કરીશું તેમ જણાવ્યું હતું. પરંતુ તેઓ મળી શક્યા ન હતા.2015ના સમયગાળામાં અર્જુનસિંહ મારી પત્નીના સંપર્કમાં આવ્યા હતા. તેમણે લાલચ આપીને હોદ્દાનો પ્રભાવ બતાવીને મારી પત્નીને ફોસલાવી તેનું શારિરીક શોષણ ચાલુ કર્યું હતું. આ બદકામમાં સરળતા માટે તેઓએ મારી પત્નીને તાલુકા પંચાયતની ટિકિટ આપીને તાલુકા પંચાયતની સભ્ય બનાવી હતી. પછી મીટિંગોના બહાને મારી પત્નીને મંત્રી અર્જુનસિંહ જુદા-જુદા સ્થળે બોલાવીને તેનું શારીરિક શોષણ કરતા. અર્જુનસિંહ ચૌહાણ યેનકેન પ્રકારે મારી પત્નીને દબડાવી બીજા વગદાર લોકો પાસે પણ મોકલતા હતા અને ત્યાં પણ મારી પત્નીનું શારીરિક શોષણ થતું. આવું સને 2016થી 2021 સુધી ચાલેલું...આ બાબત બહાર પડી જતા મારી પત્ની તથા બાળકો સમાજમાં ઊંચુ માથું રાખીને ફરી શકતા નથી. તથા મારી પત્નીને અર્જુનસિંહે એવી ધમકી આપી હતી કે આ વાત બહાર જશે તો તારા ફેમિલીને પૂરું કરાવી દઈશ