Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

School Van Accident - બાઈકને ટક્કર મારીને વીજ પોલ સાથે અઠડાઈ સ્કૂલ વાન, બાઈક ચાલકનુ મોત

School Van Accident -  બાઈકને ટક્કર મારીને વીજ પોલ સાથે અઠડાઈ સ્કૂલ વાન, બાઈક ચાલકનુ મોત
, બુધવાર, 27 જુલાઈ 2022 (12:30 IST)
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની સરહદ પર આજે એક સ્કૂલ વાનને અકસ્માત (School van accident) સર્જાયો હતો. ઉમરગામ અને મહારાષ્ટ્રના સાતપાટી ગામ નજીક રોડ પરથી પૂર ઝડપે દોડી રહેલી એક સ્કૂલ વાનની એક બાઈક સાથે ટક્કર થઈ હતી. બાઈક સાથે ટક્કર થયા બાદ સ્કૂલ વાન વીજ થાંભલા સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી. અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.
 
આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ સ્કૂલ વાનમાં નવ બાળકો અને એક શિક્ષિકા સવાર હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના બાજુમાં આવેલી એક કંપની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
 
વલસાડના ઉમરગામ નજીક સાતપાટી માર્ગ પર અકસ્માત થયો હતો જેમાં શાળાના બાળકો લઈને જતી સ્કૂલવાનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સ્કૂલવાન બાઇક સાથે અથડાઇ હતી. જેમાં બાઇક ચાલક જમીન પર પટકાતા તેને ગંભીર ઇજા થવા પામી હતી જે જીવલેણ નિવડતા તેનું મોત નીપજ્યું હતું. બાઈકને જોરદાર ઠોકર મારી સ્કુલવાન સિધ્ધી વીજપોલ સાથે અથડાઈ હતી. વીજપોલ સાથે અથડાયા બાદ વાન પલટી મારી ગઇ હતી. 
 
નોંધનિય છે કે, અકસ્માતગ્રસ્ત સ્કૂલ વાનમાં 9 બાળકો અને એક શિક્ષિકા સવાર હતા આથી ભૂલકાંઓના જીવ તાળવે ચોંટયા હતા. આ ઘટનામાં બાળકોને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર કરાઇ હતી જ્યારે બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યુ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ 28-29 જુલાઈએ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે