Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને શાળાના સંચાલકોએ કરી મદદ

કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને શાળાના સંચાલકોએ કરી મદદ
, શનિવાર, 29 મે 2021 (17:55 IST)
કોરોના સંક્રમણની બીજી લહેરે ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી કરી દીધી. રોજ લાખો મામલા સામે આવ્યા. અત્યાર સુધી ત્રણ લાખથી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કોરોનાથી પ્રભાવિતોમાં બાળકોનો પણ  સમાવેશ છે, જેમણે પોતાના માતા-પિતાને ગુમાવી દીધા. જેને લઈને રાજ્ય સરકાર પણ આવા બાળકોની મદદે આવી છે. કોરોનાકાળમાં માતા-પિતાને ગુમાવનારા બાળકોની બે વર્ષની શાળાની ફી માફીની જાહેરાત કરી છે. 
 
એક તરફ કોરોનાકાળમાં શાળાઓ નવા સત્રની ફી ને લઈને મુંઝવણમાં છે, તો બીજી બાજુ અમદાવાદના શાળાના સંચાલકોએ કોરોનાકાળમાં માતા-પિતા કે તેમાથી કોઈ એક ગુમાવ્યા હોય તેવા બાળકોની ગયા વર્ષની લીધેલી ફી પરત કરવાની અને આવનારા વર્ષમાં ફી માફીની જાહેરાત કરી છે.  
 
ઉલ્લેખનીય છે કે સૌ પહેલા મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણે કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોની ચિંતા કરી અને મદદ માટે આગળ આવીને પાંચ હજાર રૂપિયા પેશન આપવાની જાહેરાત કરી છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને લઈને સુપ્રીમ કોર્ટે પણ રાજ્યોને આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યુ કે કોરોનામાં અનાથ થયેલા બાળકોની જરૂરિયાતોની દેખરેખ રાજ્ય સરકારો કરે  કોર્ટે રાજ્યોને અઅદેશ આપ્યો કે તેઓ આવા બાળકોની શોઘ કરે, જેમને દેશવ્યાપી લોકડાઉન લાગ્યા પછી માતા પિતા કે પછી કમાવનારા પરિજનને ગુમાવી દીધા.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ સાયન્સ સિટીમાં ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી દેશની સૌથી મોટી રોબેટિક ગેલેરીની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત