Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajkot High-tech gambling - બોલો સટ્ટો રમવામાં પણ નવી ટેકનોલોજી, કપમાં રહેલા QR કોડ સ્કેન કરતાં ખૂલે છે ઓનલાઇન જુગારનો ID

High-tech gambling
, બુધવાર, 17 મે 2023 (12:43 IST)
રાજકોટમાં બુકીઓ દ્વારા પંટરો સાથે સંપર્ક કરવા માટે હવે હાઈટેક ટેક્નિક અપનાવામાં આવી છે. જેમાં ચાના કપમાં એક QR કોડ મુકવામાં આવે છે. જેને સ્કેન કરતાં ઓનલાઇન જુગાર રમવા માટેની આઇડી ખુલે છે. આ ટેકનિક એટલી બારીકાઈથી તૈયાર કરવામાં આવી છે કે ખુદ રાજકોટની શહેર પોલીસ પણ ઊંઘતી રહી ગઈ છે અને સટ્ટેબાજો IPLની સિઝનમાં પૂરજોશમાં સટ્ટો રમી રહ્યા છે. આ પ્રકારનું રેકેટ પ્રથમ વખત જ ભારતમાં ચાલી રહ્યું છે. 

છેલ્લા દોઢ મહિનાથી IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ ચુકી છે અને આ રોમાંચક IPLની શરૂઆત થતાની સાથે સાથે મેચ દરમિયાન ક્રિકેટ મેચ પર રન ફેર તેમજ હાર જીતનો જુગાર પણ શરૂ થઇ ગયો હતો. હાઈટેક યુગમાં બુકીઓ પણ હાઈટેક બની ગયા છે. પોલીસ પકડથી દૂર રહેવા અને પંટરો સાથે સીધો સંપર્ક ન થાય તે માટે બુકીઓ દ્વારા નવો કીમિયો અપનાવવામાં આવી રહ્યો છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ એક કાફેમાં ચાની પ્યાલીમાં ઓનલાઇન જુગારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કપની એક તરફ કાફેનો લોગો તેમજ બીજી તરફ ઓનલાઇન જુગાર માટે QR કોર્ડ મુકવામાં આવેલ છે જે સ્કેન કરવાથી ઓનલાઇન જુગાર રમવા માટે આગળ પ્રોસેસ કરી શકાય છે.ચાની પ્યાલીમાં દર્શાવવામાં આવેલ જાહેરાતમાં PLAY AND WIN THIS IPL WITH MGLION નામની જાહેરાત મુકવામાં આવી છે. જેની સાથે સાથે બાજુમાં મોટો એક QR કોડ પણ મુકવામાં આવેલ છે. આ કોડ સ્કેન કરવાથી સૌ પ્રથમ MGLION નામની વેબસાઈટ ઓપન થાય છે. જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ એટલે કે ક્રિકેટ મેચ, ફૂટબોલ, ઓનલાઇન કસીનો જેવી રમતનો સમાવેશ થાય છે. જો કે ગુજરાતમાં મહત્તમ IPLની ક્રિકેટ મેચ પર જુગાર રમવામાં આવતો હોવાથી IPL જી દરેક મેચના ભાવ તેમજ ફેવરિટ ટીમ અંગે આ હોમ પેજમાં માહિતી આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sourav Ganguly: સૌરવ ગાંગુલીને હવે Y ને બદલે Z કેટેગરીની સુરક્ષા, જાણો બંગાળ સરકારે કેમ લીધો આ નિર્ણય