રાજકોટની કોમર્શિયલ કો-ઓપ બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ ડ્રગ્સ અંગે જાણકારી આપે તો રૂ. 5 લાખના ઈનામની જાહેરાત કરી
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજશે
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હવે ગુજરાતમાં તેમનો દિવ્ય દરબાર લગાવવાના છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાશે. હાલમાં ત્રણેય શહેરોમાં તેમના દરબારની બાગેશ્વર ધામ સેવા સમિતી દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 26 અને 27 મે સુરતમાં, 29 અને 30 મે અમદાવાદમાં તથા 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્ષ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે.
5 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને રાજકોટની કોમર્શિયલ કો-ઓપ બેન્કના CEOએ પડકાર ફેંક્યો છે. જેમાં રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી, કોના ઈશારે આવે છે તે જણાવે. તથા ડ્રગ્સ અંગે જાણકારી આપે તો રૂ. 5 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટની કોમર્શિયલ કો-ઓપ બેન્કના CEO પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે.
રેસકોર્સ મેદાનમાં લાખોની મેદની ઉમટે તેવી શક્યતા
પુરુષોત્તમ પીપળીયાએ પોસ્ટમાં લખ્યું છે કે, "તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે. જો આ બાબતે કંઈ કહેશે તો પાંચ લાખનું ઈનામ". રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર ભરાનાર છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ લોક દરબાર યોજાશે. આગામી 1 અને 2 જુનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાનાર છે. તેના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેસકોર્સ મેદાનમાં લાખોની મેદની ઉમટે તેવી શક્યતા છે.