Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેટેલાઈટમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસે બેની ધરપકડ કરી

સેટેલાઈટમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ,  પોલીસે બેની ધરપકડ કરી
, સોમવાર, 29 જૂન 2020 (12:25 IST)
અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પતિ-પત્ની દ્વારા ચલાવતા હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો પર્દાફાશ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર યુવતી સહિત બેની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. વિદેશી યુવતીઓને અમદાવાદમાં લાવી ગ્રાહકો પાસેથી 7000થી 14000 રૂપિયા લઇ દેહવ્યાપાર ચલાવતાં હતા. મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીની જોસફને બાતમી મળી હતી કે, સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં રીતુ પટેલ નામની મહિલા વિદેશી છોકરીઓ લાવી દેહવ્યાપાર ચલાવે છે. જેના આધારે પશ્ચિમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એસ.જાડેજા અને ટીમે નકલી ગ્રાહક તૈયાર કરી શ્યામલ રો- હાઉસમાં મોકલ્યો હતો. વિદેશી છોકરીઓ હોવાની પાકી માહિતી મળતાં જ પોલીસે ઘરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક ઉઝબેકિસ્તાનની રહેવાસી યુવતી મળી આવી હતી. પોલીસે ભરત મકવાણાની પણ અટકાયત કરી પૂછપરછ કરતા દિલ્લીમાં ઉસ્માનભાઈ નામના વ્યક્તિ પાસેથી આ યુવતીને દિલ્લીથી અમદાવાદ મંગાવી હતી. પાંચ દિવસ રાખવાના 5000 રૂપિયા ઉસ્માનભાઈને આપવાનું નક્કી કર્યું હતું. મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર તુષાર પટેલને ઝડપવા તજવીજ શરૂ કરી છે. કેટલી યુવતીઓને અમદાવાદ લાવી અનૈતિક વ્યાપાર ચલાવતા હતા તેની તપાસ શરૂ કરી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Virus World- ન્યૂયોર્કમાં કોરોના વાયરસની અસર ઓછી થઈ, એક દિવસમાં સૌથી ઓછા પાંચ લોકોનાં મોત