Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીએમ રૂપાણી કર્ણાટક પહોંચ્યા, દલિત પરિવારના ઘરે ભોજન લેશે

સીએમ રૂપાણી કર્ણાટક પહોંચ્યા,  દલિત પરિવારના ઘરે ભોજન લેશે
, સોમવાર, 19 જૂન 2017 (16:34 IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના હાવેરી ખાતે આયોજિત‘‘સબકા સાથ સબકા વિકાસ’’ સંમેલનમાં હાજરી આપવા કર્ણાટક પહોંચ્યા હતા. કેન્દ્રની મોદીની સરકારે કરેલ કામગીરીના સંદેશ લઈને વિજયભાઇ રૂપાણી કર્ણાટક પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ ઉપર ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. વિજયભાઇ રૂપાણી હાવેરીના સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે.  રૂપાણી બપોરના દલિત પરિવારના ઘરે ભોજન લઈ દલિત અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. ગુડલપ્પા કોલેજ ખાતે બુદ્ધિજીવીઓ, ઉદ્યોગપતિઓ અને યુવાઓ સાથે મુખ્યમંત્રીશ્રી વાર્તાલાપ કરશે.  દિવસના અંતે  રૂપાણી સંઘ પરિવારના લોકો સાથે પણ મુલાકાત કરવાના છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Twitter પર Katy Perryને મળ્યા 10 કરોડ ફૉલોઅર્સ, જાણો કોણ છે પાંચ સૌથી વધારે ફૉલો થનાર લોકો