Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂ. ૨૨.૬૦ કરોડ ના ખર્ચે માણાવદર, વંથલી તાલુકાના રસ્તાઓનુ મજબૂતીકરણ કરાશે

રૂ. ૨૨.૬૦ કરોડ ના ખર્ચે માણાવદર, વંથલી તાલુકાના રસ્તાઓનુ મજબૂતીકરણ કરાશે
, ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (09:06 IST)
તાજેતરમાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લાના માણાવદર,વંથલી તાલુકાના રસ્તાઓને રૂ. ૨૨.૬૦ કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવાના કામ મંજુર કરવામાં આવેલ છે. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે આંતર માળખાકીય સુવિધા વધે તે માટે રાજ્યસરકાર સતત પ્રયત્નશીલ છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં મૂળભૂત માળખાકીય સુવિધાઓ સત્વરે પૂર્ણ થાય તે માટે કટિબદ્ધ છે.
 
તાજેતરમાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લાના માણાવદર,વંથલી તાલુકાના રસ્તાઓને રૂ.૨૨.૬૦ કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવાના કામ મંજુરકરવામાં આવેલ છે. અને આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને સૂચના આપવામાં આવી છે.
 
રૂ.૨૨.૬૦ કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવાના કામમાં  માણાવદર તાલુકાના વંથલી-માણાવદર-બાંટવા-સરાડીયારોડ કી.મી.૧૫/૦૦ થી ૩૯/૦૦ લંબાઈ ૨૪. કી.મી. માટે રૂ.૧૩૮૦.૦૦ લાખના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે. તેમજ પાજોદ-લીંબુડા-ઈન્દ્રા-ભીંડોરા રોડ કી.મી.૦/૦૦ થી ૧૨/૩૫૦ લંબાઈ ૮.૦૦ રૂ.૨૫૦.૦૦ લાખના ખર્ચેમજબૂતીકરણ કરવામાં આવશે.
 
વંથલી તાલુકાના નરેડી-બોડકા-પીપલાણા-સારંગપીપળી રોડ કી.મી. ૦/૦૦ થી ૧૩/૯૦૦ લંબાઈ૧૩.૯૦ રૂ. ૬૩૦.૦૦ લાખનાખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે તેમજ આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના આપવામાં આવેલ છે. મજબુતીકરણના આ કામ પૂર્ણ થતા આ વિસ્તારના લોકોને વધુ સારા રસ્તાની સૂવિધા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશભરમાં અતિભારે વરસાદની આગાહી મધ્યપ્રદેશ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી