Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1600 કિમીનો સમુદ્ર કિનારો છતાં નાળિયેર ઉત્પાદનમાં ગુજરાત પાછળ

1600 કિમીનો સમુદ્ર કિનારો છતાં નાળિયેર ઉત્પાદનમાં ગુજરાત પાછળ
, મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (09:31 IST)
ગુજરાત દેશ એવો પહેલું રાજ્ય છે, જેનો 1600 કિમીનો સમુદ્ર કિનારો છે, પરંતુ તેમછતાં નારિયેળના ઉત્પાદનમાં ગુજરાત ખૂબ પાછળ છે. ભારતમાં દર વર્ષે 2100-2200 કરોડ નંગ નારિયેળનું ઉત્પાદન થાય છે, જ્યારે ગુજરાતમાં 25-26 કરોડ નંગ નાળિયેરનું ઉત્પાદન થાય છે. આ પ્રકારે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતની ભાગદારી ફક્ત 1% છે. 
 
ગુજરાતના કેટલાક નારિયેળની ખેતીના ખેડૂતોના જાણકારીથી ખબર પડી કે ગુજરાતમાં મીઠા પાણીની સમસ્યા કેરલ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાંથી વધુ છે, જેથી નારિયેળનું ઉત્પાદકતા અને ક્વોલિટી પ્રભાવિત થઇ છે. તેના લીધે ગુજરાત નારિયેળના ઉત્પાદનમાં પાછળ છે. 
 
આ વિશે ગુજરાત હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારી સાથે વાત કરી તો ખબર પડી કે રાજ્ય સરકાર દ્રારા આ દિશામાં કોઇ નક્કર પગલાં ભરવાનો પ્રયત્ન કર્યો નથી. અધિકારીએ જણાવ્યું કે ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્રારા કોઇ પ્રોત્સાહન યોજના અથવા કાર્યક્રમ ચલાવવાનો નથી. 
 
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અનુસંધાન વૈજ્ઞાનિક વિનુભાઇ આહીરે જણાવ્યું કે નારિયેળની ખેતી માટે મીઠા પાણીની ઉપલબ્ધતા ખૂબ ઓછી છે. એટલા માટે નારિયેળનું વધુ ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ગત કેટલાક વર્ષોથી નારિયેળની કોઇ નવી વેરાયટી પણ કામ કરવામાં આવ્યું નથી. જોકે યૂનિવર્સિટીએ એક નવી ટેક્નોલોજી પર કામ કર્યું છે. જેથી નારિયેળનું ઉત્પાદન બે વર્ષમાં જ થઇ જાય છે. તેની પાછળ કેટલાક વર્ષોથી નારિયેળનું પ્રોડક્શન વધ્યું છે. તો બીજી તરફ ઘણી જગ્યાએ કેનાલ નેટવર્ક પર કામ થઇ રહ્યું છે, જેથી મીઠા પાણીની સમસ્યા ખતમ થઇ શકે છે. તેનાથી નારિયેળની સારું ઉત્પાદનમાં પણ મદદ મળશે.   
 
ગત 30 વર્ષોથી નારિયેળની ખેતી કરી રહ્યા છે કે કોડિનારના એક ખેડૂત જીવાભાઇ સોલંકી જણાવે છે કે મીઠા પાણીની અછતના લીધે સમુદ્ર ક્ષેત્રની માટી ખારી થઇ ગઇ છે. તેનાથી નારિયેળની ક્વોલિટી પર તેની અસર થઇ રહી છે. નારિયેળનો આકાર નાનો થતો જાય છે અને તેના પાણીનો સ્વાદ પણ બદલાઇ રહ્યો છે. 
 
કોકોનેટ ડેવલોપમેંટ બોર્ડૅ ચીફ ઓફિસર સારહિંદૂ દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નારિયેળનું ઉત્પાદન ટ્રેડિશનલી કામ ચાલી રહ્યું છે પરંતુ તેને વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગામી 10 વર્ષો નારિયેળ ઉત્પાદનને બમણી કરવાની યોજના છે, કારણે હવે લોકો કાર્બોહાઇડ્રેડ ડ્રિંકના લીધે નેચરલ પેય પદાર્થ પીવું પસંદ કરવા લાગ્યા છે. આ ટ્રેંડૅ ગુજરાતમાં પણ છે અને અહીં પણ નારિયેળની માંગ ઝડપથી વધી રહી છે. 
 
આ વિશે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું કે ગત એક દાયકાથી વધુ સમયથી ઘણી સંસ્થાઓ આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારથી માંડીને કેંદ્ર સરકાર સુધી અપીલ કરી ચુકી છે, પરંતુ આ દિશામાં નકકર પગલાં ભરવા જોઇએ. જ્યારે સાચી વાત તો એ છે કે સરકારના થોડા પ્રયાસથી 10 વર્ષોથી 1 લાખ કરોડનો વ્યવસાય વિકસિત કરવામાં આવી શકે છે. તેનાથી ના ફક્ત આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને ફાયદો મળશે, પરંતુ રોજગારના અવસર પણ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી