Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં વાતાવરણમાં પલટો, રાત્રે 9.30 કલાક સુધી 29 જિલ્લાઓમાં વરસાદની આગાહી

rain gujarat
, સોમવાર, 6 માર્ચ 2023 (20:44 IST)
ગુજરાતમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યમાં 48 કલાક સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. અગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જંબુસરમાં વરસાદી માહોલ સાથે જોરદાર પવન ફુંકાયો હતો. જોરદાર પવનને કારણે  ઝાડ પાડવાની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા આંગણે બેસેલી મહિલાનું મોત નીપજ્યું હતું. 


હાલમાં પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદના માવઠા જોવા મળ્યા હતા. ભુજમાં ભારે પવન સાથે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ-મીરજાપર હાઇવે પર ધૂળનું વંટોળુ ફૂંકાયું હતું. જેના કારણે વાહન ચાલકોને રસ્તા પર વાહન ચાલવું મુશ્કેલ બન્યું હતું. સાથે જ ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, હાંસોટ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.રાજ્યમાં આજે સાંજે  5 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન  વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટા બાદ જિલ્લાના વાપી વલસાડ ઉમરગામ સહિતના તાલુકાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર ના સમયે  વાપી અને ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટાના કારણે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મીઠાપુર, દલખાણીયા, કુબડા કોટડા, પાણીયા, ચાંચઈ, ગીગાસણ, ગોવિંદપુર, ફાચરીયા, સરસીયા, જીરાખીસરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધારીના ચાચઈ ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને ભારે નુકસાનીના દૃશ્યો જોવા મળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજીમાં ફરી મોહનથાળની પ્રસાદી શરૂ કરવા કોંગ્રેસ મેદાને, યાત્રાધામ વિકાસ બોર્ડમાં રજૂઆત