Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો શુ છે જિયો ગીગાફાઈબર પ્લાન - ફક્ત 700 રૂપિયામાં મળશે Jio Gigafiber, વાર્ષિક પ્લાન પર LED ટીવી ફ્રી !!

જાણો શુ છે જિયો ગીગાફાઈબર પ્લાન - ફક્ત 700 રૂપિયામાં મળશે Jio Gigafiber, વાર્ષિક પ્લાન પર LED ટીવી ફ્રી !!
, સોમવાર, 12 ઑગસ્ટ 2019 (17:06 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે 42માં એનુઅલ જનરલ મીટિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યા કંપનીના ચેયરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાનીએ માહિતી આપી કે અત્યાર સુધી જિયોના ગ્રહક 340 મિલિયનથી વધુ થઈ ગયા છે. સાથે જ આ પણ માહિતે આપી કે જિયો કોઈપણ દેશમાં ઓપરેટ થનારી દુનિયાની બીજી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. સાથે જ આ દરમિયાન જિયો ગીગાફાઈબરના પ્લાનને લઈને પણ માહિતી આપી. ગ્રાહકોને 700 રૂપિયા દર મહિનાના શરૂઆતી કિમંતમા આ બ્રોડબેંડ સેવાનો લાભ મળશે. 
 
AGM દરમિયાન મુકેશ અંબાનીએ માહિતી આપી કે હોમ બ્રોડબેંડ સર્વિસ જિયો ગીગાફાઈબર સાથે ગ્રાહકોને 1GBPS સુધીની બ્રોડબેંડ સ્પીડ, લૈંડલાઈન ફોન, અલ્ટ્રા હાઈ ડિફિનિશન ઈંટરટેનમેંટ, વર્ચુઅલ રિયાલિટી કંટેટ, મલ્ટી પાર્ટી વીડિયો કૉંન્ફ્રેસિંગ, વૉયસ ઈનેબલ્ડ વર્ચુઅલ આસિસ્ટેટ. ઈંટરેક્ટિવ ગેમિંગ, હોમ સિક્યોરિટી અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ મળશે. 
 
મીટિંગ દરમિયાન જિયો ફાઈબર સર્વિસને લઈને માહિતી આપવામાં આવી. જ્યા જિયો સેટટૉપ બોક્સની જાહેરાત કરવામાં આવી. આ સેટ ટૉપ બૉક્સમાં બધા ગેમિંગ કંટ્રોલર્સના સપોર્ટ મળશે.  સાથે જ અહી યૂઝર્સને 0  લેટૈંસી ગેમિંગ એક્સપીરિયંસ મળશે.  બીજી બાજુ જિયો ફાઈબરમાં મિક્સ્ડ રિયાલિટીનો સપોર્ટ મળશે. જેના દ્વારા ઓનલાઈન શોપિંગ, એજ્યુકેશન અને ઈંટરટેનમેંટને VR હેંડસેટ દ્વારા એક્સપીરિયંસ કરવામાં આવશે. 
 
 
જિયોગીગાફાઈબરને કમર્શિયલ રૂપે 5 સપ્ટેમ્બર 2019ના રોજથી ઉપલબ્ધ કરવામાં આવશે. ગીગાફાઈબર, 100MBPSની સ્પીડથી શરૂ થઈને અને 1GBPS સુધીની સ્પીડમાં મળી રહેશે. જિયોફાબરના પ્લાન્સ 700 રૂપિયાથી શરૂ થઈને 10,000 રૂપિયા સુધીના રહેશે.  અહી વૉયસ કૉલ્સ ફ્રી મળશે.  જિયો ફાઈબરની સાથે  OTT એપ્સનો એક્સેસ મળશે. પ્રીમિયમ જિયો ફાઈબર કાસ્ટમર્સની મુવી રિલીઝ થવાના પ્રથમ જ દિવસે ઘરમાં જ મૂવી જોવા મળશે. 
 
AGM દરમિયાન ઈંટરનેશનલ કૉલિંગ માટે ફિકસ્ડ-લાઈન રેટ્સની પણ માહિતી આપવામાં આવી. યુઝર્સને અનલિમિટેડ US/કેનેડા પૈક 500 રૂપિયા દર મહિનાની કિમંતમાં મળશે. સાથે જ AGMના દરમિયાન જિયોપોસ્ટપેડ પ્લસની પણ માહિતી આપવામાં આવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવા અંગે અમિત શાહ અને રૂપાણીએ માહિતી મેળવી