બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવા અંગે અમિત શાહ અને રૂપાણીએ માહિતી મેળવી
, સોમવાર, 12 ઑગસ્ટ 2019 (16:48 IST)
શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં 3 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાને પગલે વિદેશ પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરીને કલેક્ટર પાસે સ્થિતિની માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીએ રશિયાથી કલેકટર વિક્રાંત પાંડે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને મૃતકોને સહાય આપવાની ખાતરી આપી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે બોપલ ખાતે પાણીની ટાંકી તુટી પડતાં સર્જાયેલી દુર્ઘટના બાબતે અમદાવાદના કલેક્ટર તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમજ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે તે માટે સૂચનાઓ આપી હતી. ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકરોને પણ આ દુઃખની ઘડીએ ઇજાગ્રસ્તોની સાથે રહી તેમને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ પહોંચાડવા સૂચના આપી હતી.
આગળનો લેખ