Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બનશે કેન્દ્ર શાસિત પ્રદેશ, BSP એ કર્યુ સરકારનુ સમર્થન

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ,  જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બનશે કેન્દ્ર શાસિત પ્રદેશ, BSP એ કર્યુ સરકારનુ સમર્થન
નવી દિલ્હી , સોમવાર, 5 ઑગસ્ટ 2019 (12:01 IST)
. રાજ્યસભામાં હંગામા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનુ એલાન કર્યુ છે. રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે તેમણે કહ્યુ કે અનુચ્છેદ 370ના અનેક ખંડ લાગુ નહી રહે. ફક્ત ખંડ એક બચ્યો રહેશે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થઈ ગયો છે. બીજી બાજુ તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીર અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે.  જમ્મુ-કશ્મીર વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્ર્દેશ બનશે. સરકારના નિર્ણય પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે તે 2-3 સાંસદોના સંવિધાનની કોપી ફાડવાના નિર્ણયની નિંદા કરે છે.  અમે ભારતના સંવિધાન સાથે ઉભા છીઈ. અમે હિન્દુસ્તાનની રક્ષા માટે જીવ પણ આપી દઈશુ. પણ આજે બીજેપીએ સંવિધાનની હત્યા કરે છે. બીજી બાજુ બહુજન સમાજ પાર્ટી એટલે કે બીએસપીએ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણયનુ સમર્થન કર્યુ છે. 
 


નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બીલને રજુ કર્યુ છે. જેના હેઠળ જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યુ છે.  લદ્દાખને વિધાનસભા સિવાયનુ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે લદ્દાખના લોકોની લાંબા સમયથી માંગ હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે.  જેથી અહી રહેનારા લોકો પોતાના લક્ષ્યને હાસિલ કરી શકે.  રિપોર્ટ મુજબ જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભા થશે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવરે રાજ્યસભામાં સંવિધાનના અનુચ્છેદ 370ને હટાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો. તેમના પ્રસ્તાવ રજુ કરતા જ સદનમાં વિપક્ષી નેતા હંગામો કરવા લાગ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

8 વર્ષ પછી ભારતને મળી સફળતા, ઈંડિઝના ઘરમાં જીતી ટી-20 શ્રેણી