8 વર્ષ પછી ભારતને મળી સફળતા, ઈંડિઝના ઘરમાં જીતી ટી-20 શ્રેણી

સોમવાર, 5 ઑગસ્ટ 2019 (11:53 IST)
ભારતે વેસ્ટઈંડિઝને ફ્લોરિડામાં રમાયેલ બીજી ટી-20 મેચમાં પણ માત આપીને ત્રણ મેચોની શ્રેણીમાં 2-0થી અજેય બઢત બનાવી લીધી છે. આ સાથે જ ભારતે વેસ્ટઈંડિઝને આ ટી-20 શ્રેણીમાં માત આપી છે. 
 
ટી-20 શ્રેણીની એક મેચ વધુ રમાવવાની બાકી છે. જે મંગળવારે 6 ઓગસ્ટના રોજ ગુયાનામાં થશે. ટીમ ઈંડિયાએ વેસ્ટઈંડિઝ વિરુદ્ધ તેમની ધરતી પર આઠ વર્ષ પછી ટી-20 શ્રેણી જીતી છે. 
 
ગઈ વખતે ભારતે 2011 માં વેસ્ટઈંડિઝમાં 1-0થી શ્રેણી જીતી હતી. પણ 2016 અને 2017માં વેસ્ટઈંડિઝએ ભારતને બે વાર હરાવ્યુ છે. 
 
વેસ્ટ ઈંડિઝે ભારતને પોતાના ઘરમાં 2016માં બે મેહ્કની ટી-20 શ્રેણીમાં 1-0થી માત આપી હતી. ત્યારબદ 2017માં પોતના ઘરમાં જ ફરીથી ભારતને 1-0થી માત આપી હતી. 
 
બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 13 ટી-20 મુકાબલા રમાયા છે. તેમાથી ભારતીય ટીમે સાતમાં જીત મેળવી છે. જ્યારે કે વેસ્ટઈંડિઝને પાંચ મેચમાં જીત મળી છે.  એક મુકાલબામાં પરિણામ આવ્યુ નહોતુ. 
 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ મોદી સરકારનો એતિહાસિક ફેસલો- જમ્મૂ-કશ્મીરથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ