Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં 27 ખેડૂતોને રૂા.22.50 કરોડ ચૂકવી જમીનનો કબજો લેવાયો

bullet train
, શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (13:11 IST)
બુલેટ ટ્રેનનો ખેડુતો દ્વારા થઇ રહેલા વિરોધની વચ્ચે આજુ સુરત જિલ્લાના વકતાણા ગામ ખાતે સુરત જિલ્લા કલેકટર અને બુલેટ ટ્રેનના ઓફિસરો અને જમીન સંપાદન અધિકારીઓની હાજરીમાં ત્રણ ગામના ૨૭ ખેડુત ખાતેદારોની ૨૫૪૪૦ ચો.મી જમીનના વળતર પેટે રૂા.૨૨.૫ કરોડ રૂપિયા ચૂકવીની જમી સંપાદન કરી લેવાઇ હતી. 
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે સંપાદન થનારી જમીનને લઇને ખેડુતો લડત ચલાવી રહયા છે. ખેડુતો હાલની બજાર કિંમત પ્રમાણે જમીનની કિંમતના ચાર ગણા વળતર માંગણી કરી રહયાં છે. અને જયારે સરકાર જંત્રીના દર મુજબ ચૂકવણી કરવાની હોવાથી ખેડુતોએ આ વળતરને લઇને હાઇકોર્ટમાં ધા નાખી છે. ખેડુતોની આ લડાઇ વચ્ચે આજે સુરત જિલ્લાના વકતાણા ખાતે આવેલ દાજીની વાડીમાં સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, બુલેટ ટ્રેનના ચીફ પ્રોજેકટ ઓફિસર અમીનથનું દાસ તેમજ સુરત અને વડોદરાના જમીન સંપાદન અધિકારીઓની હાજરીમાં સુરત જિલ્લાના ત્રણ ગામોના ખેડુતોના વળતર ચુકવવાનો કાર્યક્રમ રાખ્યો હતો.
આ ત્રણ ગામોમાં ચોર્યાસી તાલુકાના ગોજાના ૨, વકતાણાના ૧૭ અને બોણંદના ૮ ખેડુતો મળીને કુલ ૨૭ ખેડુતોની ૨૫,૪૪૦ ચો.મી જમીનના રૂા.૨૨.૫ કરોડ આરટીજીએસથી ચૂકવી જમીનનો કબ્જો પણ મેળવી લીધો હતો. જમીન સંપાદન અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં જે જમીન સંપાદન થવાની છે, તેના વળતર પેટે ૮૦ ટકા રકમ ચૂકવાઇ ગઇ છે.  જેમણે જમીન સંપાદન માટે સંમતિ આપી છે, તેવા જ ખેડુતાની જમીન સંપાદન કરાઇ છે. આ સિવાય તે ખેડૂતો સંમતી આપશે તે તમામની જમીનનું વળતર ચૂકવાશે.
૨૨ ખેડુતોને આજે વળતર ચૂકવાતા લડત ચલાવતા ખેડુતોની લડત આગામી દિવસોમાં વધુ વેગવાન બનશે. હાલમાં જમીનના ભાવોમાં કડાકો બોલ્યો હોવાથી ખેડુતોને સારૂ વળતર મળતા જમીન સંપાદન માટે સંમતી આપી હોવાનું જાણવા મળ્યુ છે.
સુરતના ચોયાસી તાલુકાના ત્રણ ગામોની જમીન સંપાદન અને વળતરની કાર્યવાહી થતા સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ખેડુતોનો આભાર માન્યો હતો. તેમણે ખેડુતોને સંધર્ષ છોડીને દેશના સૌથી મહત્વપૂર્ણ બુલેટટ્રેન પ્રોજેકટ માટે જમીન આપી દેશના વિકાસમાં સહયોગી બનવા અપીલ કરી હતી. સાથે જ કોઇપણ નેતા કે પક્ષનો હાથો નહી બનવા પણ વિનંતી કરી હતી. જમીન સંપાદન માટે સંમતી આપનાર ખેડૂતોને વળતર ઝડપથી ચૂકવાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી અશ્લીલ કોમેન્ટ કરી