Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં આજે પેટ્રોલ નહી મળે, 400 પેટ્રોલ પંપ આજે રહેશે બંધ

દિલ્હીમાં આજે પેટ્રોલ નહી મળે, 400 પેટ્રોલ પંપ આજે રહેશે બંધ
, સોમવાર, 22 ઑક્ટોબર 2018 (09:55 IST)
સોમવારે દિલ્હીના 400 પેટ્રોલ પંપ અને તેમની સાથે જોડાયેલ સીએનજી પંપ બંધ રહેશે.  દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલ અને પેટ્રોલ પર વેલ્યુ એડેડ ટેક્સ(વૈટ)ને ઓછી કરવાથી ઈનકાર કરી દેવામાં આવ્યુ હતુ.  તેના વિરોધમાં દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશન (DPDA) એ વિરોધ કર્યો છે. 
 
ડીપીડીએ એ નિવેદનમાં કહ્યુ કે દિલ્હીમાં લગભગ 400 પેટ્રોલ પંપ એવા છે તેમા અનેક સીએનજી સ્ટેશન પણ જોડાયેલા છે. આ બધા દિલ્હી સરકારના નિર્ણય વિરુદ્ધ સોમવારે 24 કલાક માટે બંધ રહેશે.  આ બધા પંપ 22 ઓક્ટોબર સવારે 6 વાગ્યાથી લઈને 23 ઓક્ટોબરના રોજ સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.  આ દરમિયાન લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 
webdunia
શુ છે આખો મામલો ?
 
ડીપીડીએ ના અધ્યક્ષ નિશ્ચલ સિંઘાનિયાએ કહ્યુ, કેન્દ્ર સરકારે ચાર સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ ચાર્જ સહિત 2.50 રૂપિયા પ્રતિ લીટરનો કપાત કર્યો હતો. જ્યારબાદ પડોશી રાજ્ય હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોએ પોતાનુ વેટ (મૂલ્ય સહિત કર)માં પણ એટલો જ કપાત કરી જનતાને પાંચ રૂપિયા સુધીની રાહત આપી હતી. 
webdunia
સિંઘાનિયાએ કહ્ય, પણ દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની ના પાડી જેના પરિણામસ્વરૂપ દિલ્હીમાં પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણાની તુલનામાં ઈંધણ મોઘુ થઈ ગયુ. 
 
સિંઘાનિયાએ કહ્ય કે દિલ્હીમાં ઈંધણ મોંઘુ અને ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં સસ્તુ હોવાથી ગ્રાહક ત્યાના પેટ્રોલ પંપ પર જઈ રહ્યા છે. તેનાથી દિલ્હીના પેટ્રોલ પંપનુ વેચાણ ઘટી ગયુ છે. 
 
દિલ્હીમાં ડીઝલના વેચાણમાં 50થી 60 ટકા અને પેટ્રોલના વેચાણમાં આ ત્રિમાસિકમાં 25 ટકા ઘટાડો થયો છે.  સોમવારે દિલ્હીના બધા 400 પેટ્રોલ પંપ પેટ્રોલ ડીઝલ ન તો ખરીદી કરશે કે ન તો વેચાણ થશે. 
 
કેજરીવાલન દાવો - બીજેપી પ્રાયોજીત હડતાલ 
 
બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પેટ્રોલ પંપોની હડતાલ માટે બીજેપીને જવાબદાર ઠેરવી છે.  તેમણે ટ્વીટ કર્યુ કે પેટ્રોલ પંપના માલિકોએ અમને ખાનગી રૂપે જ ણાવ્યુ કે આ બીજેપી પ્રાયોજીત હડતાલ છે જે સક્રિય રૂપથી તેલ કંપનીઓ દ્વારા સમર્થિત છે.  તેમણે કહ્યુ કે લોકો ચૂંટણીમાં બીજેપીને આનો જવાબ આપશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

October 21: Police Commemoration Day- પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સ્મારક દેશને સમર્પિત કર્યા